- સોમનાથ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ
- સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
સોમનાથ : દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. ત્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટયા હતા. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. હર હર મહાદેવના નારાથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું.
ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
જયેશ પરમાર