• ભારે પવનના કારણે બોટ ભારતની સરહદેમાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું
  • બોટ માંથી માછલી અને સાધનો સિવાય કશું ન મળ્યું

ભુજમાં વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં સરહદે સુરક્ષા વધારી ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જ બીએસએફના એડિશનલ ડીજીએ લખપતના સીમાવર્તી વિસ્તારમાં સમીક્ષા કરી હતી ત્યારે બીજા જ દિવસે હરામીનાળામાંથી પાકિસ્તાનની બોટ ઝડપાતા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી.જોકે બોટમાંથી કઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.જેથી ટીમે શ્વાસમાં શ્વાસ લીધો હતો.અને ભારે પવનના કારણે બોટ ભારતની સરહદમાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

બી.એસ.એફ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ જોવા મળી હતી.જે હરામીનાલામાં પાકિસ્તાન બાજુથી ભારતીય પસરહદ શમાં આવી હતી.ચોમાસાની ઋતુને કારણે નાળામાં પાણીનું સ્તર વધવાથી અને પવનને કારણે પાકિસ્તાની બોટ ભારતીય વિસ્તારમાં વહી આવી હોવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક હરામીનાળામાંથી એક પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી. જપ્ત કરાયેલ બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ, બરફ સાથેના આઇસ બોક્સ સિવાય કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.