એનીમલ પ્રોગ્રામ એક્સચેન્જ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝુ માંથી સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ દેશના વિવિધ ઝુને આપી ત્યાંથી જુદા જુદા માંસાહારી, તૃણભક્ષી સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યાં છે.
રાજ્યનાં ઝારખંડ અને કેરલાના ઝુ માંથી લેપર્ડ કેટ તેમજ મોટી ખીસકોલીની જોડી સક્કરબાગ ઝુ માં લઇ આવવામાં આવી છે. જો કે તેની સામે જૂનાગઢ સક્કરબાગ દ્વારા બે સિંહની જોડી આપવામાં આવશે.
ગુજરાતના એક પણ ઝૂમાં ન હોય તેવી, લેપર્ડ કેટસાઉથ એન્ડ ઇસ્ટ એશીયામાં જોવા મળે છે. સામાન્ય રીતે આ જંગલી પ્રાણી છે અને માંસાહારી ખોરાક ખાય છે. ઝૂ માં એક મોટી ખીસકોલી હતી અને હવે બે આવશે.
જેન્સસ્ક્વિરલ(મોટી ખીસકોલી) દેશનાં કેરલા, તમીલનાડુ સહિતના સાઉથ ઇન્ડિયાના રાજ્યમાં જોવા મળે છે. ત્યારે સક્કરબાગ ઝુ માં જેન્સસ્ક્વિરલ નર પહેલેથી જ છે ત્યારે વધુ નર માદા આવવાથી સંવર્ધન વધશે.