જળ એ જ જીવન!!!

જીવાદોરી સમાન મહાનદીને જોડવાથી ઝડપી માર્ગ પરિવહન, સિચાઇથી ખેતી બારમાસી કરવા ઉપરાંત પર્યાવરણની જાળવણી સરળ બનશે

‘જળ એજ જીવન’ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી દેશની સમૃધ્ધિ વધારવા માટે ભાજપ સરકારના પહેલા વડા પ્રધાન અટલ બિહારી બાજપાઇ દ્વારા દેશની જીવાદોરી સમાન ૧૩ મહાનદીઓને અન્ય નદીઓ સાથે જોડી સમગ્ર દેશમાં અનેક વિકાસની ક્ષતિજો હાસલ કરવાની યોજના ફરી સરકાર દ્વારા કાર્યરત કરી હોવાની કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે.

કાવેરી જળ વિવાદ આંદોલનની વર્ષગાંઠ અંગે ઇશા ફાઉડેન્શનના સદગુરૂ સાથેની ચર્ચા દરમિયાન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ૧૩ મહાનદીના જોડાણના પ્રોજેકટ અંગેની વિગતો આપી આવતી ગંગા, ચેનાબ, જેહેલુ, રવિ સતલજ, લુની, યમુના, નર્મદા ગોદાવરી, કાવેરી, બીયાસ, ક્રિષ્ના, બ્રહ્મપુત્રા અને મહી નદીના જોડાણ અંગે વિગતો આપી હતી.

નદીના જોડાણનાકાર થવાની યોજનાથી દેશમાં વાહન ટ્રાન્સપોટેશન ઝડપી બનવા ઉપરાંત હવાઇ અને જમીન માર્ગે પરિવહન સસ્તું થઇ જશે, પર્યાવરણ જાળવણી, ખેતીને સિચાઇનું પાણી આપી ખેતી બાર માસી કરવાથી ખેડુતોની આવકમાં અનેક ગણો વધારો થઇ શકે તેમ છે.

દેશની જીવાદોરી સમાન ૧૩ મોટી નદીઓના જોડાણ અન્ય નદી સાથે જોડવાથી પાણીની સમસ્યા પણ ઉકેલી શકાય તેવા પ્રોજેકટથી દેશના વિકાસ અનેક ગણો વધી જશે અને નદીઓની કાયાપલટ થઇ જશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

મોટી નદીના વહેણથી નાની નદીને જોડી દેવાથી તમામ નદીઓ પુન: જીવંત બનવાની સાથે ભુગર્ભ જળ સ્તરની સપાટી ઉચી આવી શકે તેમ હોવાથી પાણી સમસ્યા ભુતકાળ બની જશે અને ખેડુતો માટે સરળતાથી સિચાઇનું પાણી મળી રહેશે જેના કારણે ખેડુતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે ભુગર્ભ જળસ્ત્રોત પણ વધારી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.

૧૩ મોટી નદીના જોડાણના પ્રોજેકટથી રેલી ફોર રિવર્સ જેવી ગતિવિધીથી કાવેરી જળ વિવાદનો ઉકેલ પણ મળી રહેશે ખાનગી ખેતરો પર વૃક્ષ આધારિત ખેતીને પ્રોત્સાહન આપી ૫૦ લાખથી વધુ ખેડુતોની માત્ર પાંચ થી સાત વર્ષમાં જ આવકમાં અનેક ગણો વધારો થશે ૨૪૨ કરોડની કિંમતના કિંમતી વૃક્ષોનું વાવેતર કરવા માટે સક્ષમ બની જશે કાવેરી નદીના તટ વિસ્તારમાં ૧૨ ટ્રીલીયન લિટર જેટલુ પાણી જુદુ પાડી અન્ય નદીઓ રિચાર્જ કરવાથી માત્ર ૩ થી ૫ વર્ષમાં જ ખેડુતની આવકમાં આઠ ગણો વધી જશે તેમજ પાણી અને ઘાસચારાની સમસ્યાનો અંત આવી જશે તેમ જાવડેકરે જણાવ્યું છે.

મહાનદીના જોડાણથી ખરા અર્થમાં નદી જીવાદોરી સમાન બની જશે તેમ જણાવતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દેશના ૨૮ રાજયમાં ૨૮ જંગલ પસંદ કરી ૧૦ હજાર હેકટરની જાળવણી કરવાથી પર્યાવરણને પણ મોટો ફાયદો થઇ શકે તેમ હોવાનું જણાવ્યું છે. દેશ ૨૮ જંગલ ઘેરઘુર બનાવથી નવી તકો પણ ઉપલબ્ધ થઇ જશે ઇશા ફાઉડેશનના સદગુરૂએ માનવ પ્રાણીઓના સંઘર્ષને દુર કરવા પર ભાર મુકયો હતો અને ચાલુ વર્ષની શરૂઆતમાં પાણી અને ઘાસચારો વધારવામાં સરકાર દ્વારા પુરતુ ધ્યાન દેવામાં આવ્યું હોવાનો સંતોષ વ્યકત કર્યો છે. ૧૩ નદીના જોડાણ થકી ૩૩ ટકા જંગલની વૃધ્ધીનું મીશન પણ પુરૂ કરવામાં દેશને સફળતા મળશે જંગલને નષ્ટ થતા બચાવી શકાશે અને ખેડુતો કિંમતી વૃક્ષના વાવેતર થકી આવક રળશે તે તેની માલિકીની રહેશે તેમ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.