લાઈવ પેઈન્ટીંગ સ્પર્ધામાં વિશ્ર્વના 797 ચિત્રકારોએ ભાગ લીધો હતો

દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરના ચિત્રકાર સામત બેલાએ  ગિનિસ  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અર્જિત કરી લન્ડન ની સંસ્થા દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નો ખિતાબ મેળવ્યો છે. આ રેકોર્ડ માટે વિશ્વના 797 ચિત્રકારોએ  લાઈવ પેઇન્ટિંગ કરી આ રેકોર્ડ બનાવ્યો હતો જેમાં સામત બેલા નો પણ સમાવેશ થયો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ વિશ્વનો સૌથી મોસ્ટ પોપ્યુલર રેકોર્ડ છે.

આહીર સામત બેલા હાલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવે છે, તેમણે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આવડી મોટી સિદ્ધિઓ તેમણે એક નાનકડા ગામમાં રહી અને પ્રાપ્ત કરી છે જામકલ્યાણપુરમાં તેમની આર્ટ ગેલેરી અને આર્ટ સ્ટુડિયો જોવાલાયક છે આજુબાજુના લોકોને કદાચ ખ્યાલ પણ નહિ હોય પણ વિદેશના ફોરેનર પણ તેની આર્ટ ગેલેરીની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ કળાને બિરદાવવા ગિનિસ  બૂક ઓફ વર્લ્ડ  રેકોર્ડ માં સ્થાન મળ્યું તે જામ કલ્યાણપુર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવ ની વાત છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.