મહાઆરતીનો લ્હાવો લેતા અનેક ભાવિકો

રંગીલા રાજકોટમાં વિવિધ સ્થળો પર ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં ગ્રીન સીટી કલબ દ્વારા ઘણા વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પૂજા અર્ચના અને મહાઆરતી સાથોસાથ આરતી સુશોભન સહિત વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવવા સહિત અનેક આયોજન કરવામાં આવે છે. મહાઆરતી નો લ્હાવો લેવા બહોળી સંખ્યામાં લોકો આવે છે.

કલબના સભ્યો દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ અને વૃધ્ધાશ્રમમાં ભોજન: સીમાબેન

a-number-of-ministerial-works-including-the-ganeshotsav-by-the-green-city-club
a-number-of-ministerial-works-including-the-ganeshotsav-by-the-green-city-club

અબતક સાથેની વાતચીત દરમિયાન સીમાબેન બાટવીયાએ જણાવ્યું હતુ કે ગ્રીન સીટી કલબ દ્વારા ગણેશોત્સવનું ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે. પહેલા અમે લોકો બાલમુકુંદ પ્લોટ ખાતે કરતા જયારે છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.૬માં કરીએ છીએ અમે ૭ દિવસના ગણપતિ બેસાડીએ છીએ. જેમાં સવારે ૮ વાગ્યે બાપાની આરતી તથા રાત્રે ૭.૩૦ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૧૧ વાગ્યે આરતી કરીએ છીએ. દરરોજ અમારે ત્યાં અલગઅલગ પ્રસાદ ધરાવીએ છીએ જેમાં આવતીકાલે છપ્પનભોગ ધરાવવાના છીએ. સાથોસાથ આરતી સુશોભન, આ ઉપરાંત અંધ મહિલાઓ આવલે જેમણે ભજન કિર્તન કરી મહાઆરતી કરી હતી કાલે અમે અંધમહિલા વિકાસ ગૃહમાં ભોજન કરાવવા જવાના છીએ. વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવીશું દરરોજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આરતીનો લ્હાવો લે છે અને બાપાના દર્શનાર્થે આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.