દરેક બાળક માટે એકદમ ખાસ,
તેવી આ આવી ક્રિસમસની ઘડી આસપાસ,
સાથે તે લઈ આવી આનંદને ખુશાલી,
કરાવી તેને તહેવારની ઉત્સાહભેર તૈયારી,
ત્યારે આજે મે ખાસ કરી કર્યું,
મારું દરેક કામ પૂર્ણ જલ્દી,
કારણ આજે મારે લખવાની હતી એક ચિઠ્ઠી,
તેના થકી હું વ્યક્ત કરીશ મારી લાગણી,
સાથે બનશે એક મારી મનગમતી વાતોની સૂચિ,
જેને વાંચી આ ક્રિસમસ સાથે સંતાક્લોસ કરશે પૂરી,
મારો તે ખાસ મિત્ર તેનેજ હું કરું મારી દિલની વાતો,
કારણ તેજ કરે મારી દરેક નાની-મોટી ઇચ્છા પૂરી,
બસ હવે હું આ જ વિચારી લખું મારા આ શબ્દો,
આ વખ્તે બીજા કરતાં માંગુ હું તારી પાસે કઈક ખાસ,
કે ભેટ સમાન મળ્યું મને જીવન આ ખાસ,
બસ તું રાખજે સ્મિત અને મારા દરેક મિત્રોને આસપાસ,
તેના થકી રાખી શકું હું સંબંધને સાથ,
બીજી વાત કે ક્યારેય ના ડગમગે મારો આત્મવિશ્વાસ,
કારણ દરેક નિષ્ફળતામાં છુપાયેલી એક સફળતા,
તેને હું સમજી લવ અને બનવું મારૂ જીવન અનોખું,
અને મારી ત્રીજી વાત કે તું બસ આ ભેટ અને રમકડાં,
સાથે દરેક વર્ષે આવે લઈ નવી ઉમંગ અને આજ આનંદ સાથ,
કારણ તું છે મારો અને સૌનો પ્રિય ક્રિસમસનો,
સંતાક્લોસ જે સદાય વરસાવે ભેટ અને ખુશીઓ,
આ જીવનને સાથ હસ્તો અને હસાવતો બનાવે દરેકને ખાસ,
બસ આટલું લખી મે વાળી ચિઠીને,
ગોતી મોજું રાખી તેને ખીટી પર ટિંગાડી,
બસ હવે જોવાની રાહ કે ક્યારે આવી સંતાક્લોસ,
ખોલી વાંચસે આ મારી ક્રિસમસની ચિઠ્ઠી.