અભયભાઈ ભારદ્વાજ તથા સિનિયર વકીલોએ નોટરી સાથે પ્રશ્નોતરી કરી
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ગુજરાત નોટરી ફેડરેશન દ્વારા નોટરીને થતી સમસ્યાઓ તથા તેમના પ્રશ્નો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અભયભાઈ ભારદ્વાજ તથા હાઈકોર્ટના સિનિયર બે વકીલો દ્વારા સેમનારમાં પ્રશ્નોતરી કરી નોટરીઓના પ્રશ્નોનું સમાધાન આપ્યું હતુ તથા આ સેમીનારનો લાભ લેવા ગુજરાતભરમાંથી વકીલો આવ્યા હતા.
અભયભાઈ ભારદ્વાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારો મુખ્ય હેતુ વકીલોમાં જાગૃતતા એકતા અને એકબીજા માટેની સમર્પણની ભાવના લાવવા માટેનો છે. બાજુએ કે નોટરીઓને જે પ્રશ્ન ઉભા થાય છે તેમાં તમામ વકીલ મંડળો મદદરૂપ થાય અને જે કોઈ કાર્યવાહી થાય તે એકબીજા સાથે મદદરૂપ રહે. અને ત્રીજુએ કે બે વકીલમીત્રો આવ્યા છે. હાઈકોર્ટમાંથી દિપેન ભાઈ તથા સોનીભાઈએ બને દ્વારા નોટરીઓને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે હેતુ હતો.
સંજય જોષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આજના આ સેમીનારમાં ભાગલેવા માટે મુંદ્રા, કચ્છ, જામનગર, અમદાવાદ, ધોરાજી તથા સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી નોટરીઓ ઉપસ્થિત રહ્યા હતા નોટરીઓને માર્ગદર્શન મળે એજ અમારો મુખ્ય હેતુ હતો. નોટરી અને પબ્લીક સાથે જે ઘર્ષણ થાય છે. તેનું કારણ પુરતું જ્ઞાન તથા સમજ મળે તે માટે આ ત્રણેય મહાનુભાવો દ્વારા વકતવ્ય આપ્યું હતુ.