નાની ઉંમરના બાળકને અતિ ગંભીર અને અકળ પ્રકારની બીમારીમાંથી સારવારનો નવતર અભિગમ અપનાવી માત્ર નવ વર્ષના બાળકને નવજીવન બક્ષવામાં સફળતા મેળવી હતી જે સઘન સારવાર માટે પ્રખ્યાત સ્ટલીંગ હોસ્ટિપલ, રાજકોટ એ વધુ એક સીમા ચિન્હ પ્રાપ્ત કયુૃ છે.
આ કિસ્સા અંગે વધુ માહીતી આપતા સ્ટલીંગ હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોફિઝિશિયન ડો. રોશન મિસ્ત્રી જણાવ્યું હતું કે લગભગ એક મહીના પહેલા મીત (ઉ.વ.૭) નામના બાળકને તાવના લક્ષણો જણાતા નજીકના ડોકટરોની સારવાર લીધેલ પણ કોઇ ફેર પડયો ન હતો ઉલટાનું પરિસ્થિતિ વકરી હતી અને તાવની તીવ્રતા વધતી જતીહતી અને જેની અસર મગજ પર થવા માંડી હતી જેના કારણે મિતને ઉલ્ટીઓ અને આંચકી શરુ થઇ હતી અને મિત બેભાન અવસ્થામાં સરી પડયો હતો જેના કારણે મિતને રાજકોટની જ અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જયાં તેનો એમ.આર.આઇ. કરાવાયો હતો પણ એમ.આર.આઇ. ના રિપોર્ટ પરથી ત્યાંના ડોકટરે જણાવ્યું હતું કે તાવની અસર મગજ પર છે પણ તે સામાન્ય છે અને કોઇ આ કોઇ ગંભીર બાબત નથી પણ (મિતના પરિવાર)ને આ વાત સામાન્ય ન લગતા મિતને બેભાન અવસ્થામાં જ સ્ટલીંગ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.
અહીં સ્ટલીંગ હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોફિઝિશિયન ડો. રોશન મિસ્ત્રી એ એમ.આર.આઇ. રિપોર્ટ જોતા વાત સામાન્ય ન લાગી હતી અને વધુ નિદાન માટે અદ્યતન મશીન દ્વારા એમ.આર.આઇ. રિપોર્ટ કરાવ્યો જેના નિદાન સ્વરુપે મિતને એડમ નામની ગંભીર બીમારી જણાઇ હતી જેમાં મગજની અસામાન્ય પ્રકારનો તીવ્ર વાત અને લગભગ કોમાની પરિસ્થિતિ જેવા લક્ષણો જણાયા હતા.
ડો. રોશન મિસ્ત્રી એ સમય સુચકતા વાપરી મિતની સઘન સારવાર ચાલુ કરી હતી અને વધુ નિદાન માટે સ્ટલીંગ હોસ્પિટલનાં જ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. સંકલ્પ વણઝારા પણ જોડાયા હતા અને આ ગંભીર પરિસ્થિતિમાં વેન્ટિલેટર સપોર્ટ પણ અપાયો હતો, ત્રણ દિવસની સઘન સારવાર બાદ ડો. મિસ્ત્રી એ પ્લાઝમાં ફેરેસીસ ની સાઇકલ શરુ કરવાની સલાહ આપી હતી. આ પ્રકારની સારવારમાં દર્દીના શરીરમાંથી ખરાબ પ્રકારના લોહીના ઘટક કાઢી નવા લોહીના ઘટક આપવામાં આવે છે જેના માટે રાજકોટના નિષ્ણાત નેફ્રોલોજિસ્ટ ડો. પ્રફુલ ગજજરનીમદદ લેવામાં આવી હતી.આવી ગંભીર બીમારીમાં માત્ર નવ વર્ષની ઉમરના દર્દીને આ પ્રકારની સારવાર અપાઇ હોઇ એવો કિસ્સો પહેલી વખત નોંધાયો હતો. આખરે ૧૯ દિવસની ભારે જહેમત બાદ મીતને એડમ નામની ગંભીર બીમારીમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી આ સમગ્ર કિસ્સામાં ડો. રોશન મિસ્ત્રી અને ડો. સંકલ્પ વણઝારા ઉપરાંત ડો. દેવાંગ પંડયા, ડોે. પ્રફુલ ગજજર અને ડો. જતીન પટેલ સમગ્ર ટીમની અથાગ મહેનત હતી.
ગંભીર બીમારીઓમાં નિષ્ણાત ડોકટરોની સમય સૂચકતા અને સારવારના નવા પરિણામો ગંભીર પરિસ્થિતિમાં આશાના કિરણ ઉમેરી શકે છ. જે ખરેખર પ્રસંશનીય છે તેમ સ્ટલીંગ હોસ્૫િટલના ચીફ મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડો. કમલ પરીખએ જણાવ્યું હતું.
અહીં નિષ્ણાંત ડોકટરોની ટીમ હમેશા સજજ હોઇ છે માત્ર નવ વર્ષની બુજાતી જિંદગીને નવજીવન બક્ષવામાં મળેલ સફળતા બદલ સ્ટલીંગ હોસ્પિટલમાં ઝોનલ ડિરેકટર ઘનશ્યામ ગુસાણીએ નિષ્ણાંત ડોકટરોની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.