શાળાના વિદ્યાર્થીઓ સહિત 500થી વધુ લોકોએ કર્યો સમૂહયોગ
રાજકોટ શહેરના વોર્ડ નં.1માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ 21મી જૂન એટલે કે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યુ.એન દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સન-2014 ની અંદર યોગને વિશ્ર્વ ફલક પર લઈ જવા માટે પ્રસ્તાવ રજૂ કરેલ જેના દ્વારા દર 21મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવાનું શરૂઆત કરવામાં આવી, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10માં વર્ષની ઉજવણી નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ભારતીય નગર સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે, ગાંધીગ્રામ, રાજકોટમાં કરવામાં આવી. જેમાં ધો. કે.જી થી 12 ના 500 થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષકો તેમજ તેમના વાલીઓ દ્વારા સમૂહ યોગ કરવામાં આવેલ હતો, “યોગ ભગાડે રોગ” તે સૂત્રને આજે સાર્થક કરેલ હતું. યોગ, પ્રાણાયામ, ધ્યાન દ્વારા વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ યોગ દિવસમાં યોગા શિક્ષક તરીકે સુધાબેન મહેતા, ભાવનાબેન માળવીયા, નયનાબેન પંડ્યા એ સેવા આપેલ હતી, તેમજ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, જાનકી નકુમ, પૂનમ કણજારીયા, ભૂમિ વાઘેલા તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યો હતો અને યોગનો લાભ લીધેલ હતો.