જાહેરાતને કેવી રીતે હાઈપર લોકલ બનાવવા અને તેનો વ્યાપ વધારવા કંપનીએ ઉકેલ આપ્યો !!!
ડિજિટલ માર્કેટિંગ નો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કોઈ પણ જાહેરાત આપવા માંગતી કંપનીઓ માટે હવે ભારતની ગ્રુપ એમ ઇન્ડિયા કંપની એક અનેરૂ સોલ્યુશન લઈને આવ્યું છે જે જાહેરાત કરનાર કંપનીને તેના નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઉપયોગી સાબિત થશે. કંપનીએ એ વાત ઉપર ભરોસો અને ગંભીરતા દાખવતા જણાવ્યું છે કે કંપની જે કોઈ ટાર્ગેટ ઓડિયન્સ પહોંચવા માંગતી હોય તેમના માટે એક ઉકેલ લાવવામાં આવ્યો છે જે પીનકોડ આધારિત કરી શકાશે જેથી જે તે જાહેર ખબર આપતી કંપનીની જાહેરાત હાઈપર લોકલ સુધી પહોંચે અને ત્યાંથી પણ તેનો વધુ વ્યાપ વધે.
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ આ નવું સોલ્યુશન આગામી વર્ષ 2023 થી અમલી બનાવવામાં આવશે અને કંપની હવે જાહેરખબર માટે ટાર્ગેટ ઓડિયન્સ ને પીનકોડ આધારિત પકડવામાં આવશે જેથી કંપનીને પણ ચાલ આવે કે તેમની જાહેરાત ખરા અર્થમાં કયા લોકો સુધી ક્યાં વર્ગ સુધી પહોંચી છે. આ નવી ટેકનોલોજીના ઉપયોગથી કંપની હવે કોઈ એક ચોક્કસ વર્ગ સુધી જ તેમની જાહેરાત પહોંચાડવા માંગતી હોય તો તે પહોંચાડી શકશે.
એના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ હાલ ચેનલના બ્રોડકાસ્ટર અને ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તેમનો પણ મંતવ્ય તેઓ જાણી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં ટીવી હોમ ની સંખ્યા 20 થી 22 મિલિયન છે ત્યારે આવનારા દિવસોમાં ગ્રુપ એમ ઇન્ડિયા કંપની દ્વારા જે જીઓ ગ્રેનુલારીટી પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે તે અનેકવિધ રીતે અસર કરતા સાબિત થશે.
ત્યાં સુધી ડિજિટલ માધ્યમો ઉપર જાહેરાત થતી હતી પરંતુ જાહેરાત આપનાર કંપનીને એ ખ્યાલ નહોતો આવતો કે તેમની જાહેરાત ખરા અર્થમાં કયા વર્ગના લોકો સુધી પહોંચી છે આ નવા ઉકેલથી મોટી કંપનીઓ કે જે તેમના ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરેલા હોય તેમના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.