વર્તમાન પ્રમુખ સમીર શાહે કરેલી ફરિયાદથી ચૂંટણી કમિશનરે આપ્યો સ્ટે
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશનની (સોમા) ચૂંટણી આવતીકાલે તા.૨૩ને રવિવારના યોજાનાર હતી જેમાં નવો વળાંક આવ્યો છે. વર્તમાન પ્રમુખે કરેલી ફરિયાદથી ચેરીટી કમિશનરે સ્ટે લાદી દીધો છે. સોમાના વર્તમાન પ્રમુખે આ ચૂંટણી મુદે કાયદાકીય ઘા મારતા હાલ ૩ જુલાઈ સુધી ચૂંટણી મોકુફ રખાઈ છે.
સૌરાષ્ટ્રના તેલીયા રાજા તેલ લોબી પર વર્ચસ્વ ધરાવતા સોમામાં જૂથવાદ વકર્યો છે. જેના પગલે સોમા જૂથની ચૂંટણીની તારીખમાં પણ ફેરફાર થયો છે. બે દિવસ પહેલા જ રવિવારે સોમાની ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. જો કે જાહેરાત કરેલ આ જૂથ સામે વર્તમાન પ્રમુખે ફરિયાદ કરતા નવો વળાંક આવ્યો છે. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે ચૂંટણી સામે ચેરીટી કમિશનરમાં ફરિયાદ કરતા ૩ જુલાઈ સુધી ચૂંટણી ન યોજવા સ્ટે લાદી દીધો છે.
આ ફરિયાદમાં ગત તા.૩૦ માર્ચના રોજ અસાધારણ સભા બોલાવવામાં આવી હતી અને ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બંધારણ વિરૂધ્ધનો હોવાથી ફરિયાદ કરાઈ હતી. જો આ ચૂંટણી યોજાય તો ૩૦૦થી વધુ સભ્યો મતથી વંચિત રહે તેવી ભીતિ વ્યકત કરી ચૂંટણી પર રોક લગાવવા માંગ કરાઈ હતી. આખરે ચેરીટી કમિશનર દ્વારા ફરિયાદને ધ્યાને લઈ આવતીકાલે યોજાનાર ચૂંટણી પર સ્ટે લાદી દેવામાં આવ્યો છે. અને ૩ જુલાઈ સુધી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ૩૦ માર્ચના ઠરાવને આધારે એસોસીએશનના નવા સભ્યને વોટીંગ રાઈટ ન મળતા અને તેઓએ ૩૦ એપ્રીલ પહેલા સભ્ય ફી ભરી દીધેલ હોઈ તેઓને એસોસીએશનની ચૂંટણીમાં વોટીંગ રાઈટ મળે તે અગે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવા અરજી કરાઈ છે. જેને કારણે ૨૩/૬એ યોજાનાર ચૂંટણી પર સ્ટે મૂકી આગામી ૩ જુલાઈએ ચૂંટણી યોજવા જણાવાયું છે.
અમુક વેપારીઓને સોમા પર આપખુદ શાહીથી કબજો મેળવવો હતો એટલે સ્ટે લાવ્યા: સમીર શાહ
સૌરાષ્ટ્રના ઓઈલ મિલ વેપારીઓના સંગઠ્ઠન સોમામાં લાંબા સમય બાદ પ્રમુખ સહિતના કારોબારી સભ્યોની વરણી કરવા તાજેતરમાં અમુક સભ્યો દ્વારા ચૂંટણી યોજવા તજવીજ હાથ ધરાય હતી. જે સામે સોમાના પ્રમુખ સમીર શાહે ચેરીટી કમિશનરને ફરિયાદ કરી હતી. જેથી ચેરીટી કમિશનરે ૩ જુલાઈ સુધી ચૂંટણી યોજવા પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કર્યો હતો. આ અંગે સોમાના પ્રમુખ સમીર શાહે અબતકને ખાસ મુલાકાત આપી વિગતો આપી હતી.
પ્રશ્ન:-હાલની સોમાની પરિસ્થિતિ શુ છે?
જવાબ:-સોમા ઘણી બધી એકટીવીટી કરતુ તેનું નામ આગળ છે. ખાસ કરીને પનીર પ્રમોશન કાઉન્સલીંગ માટેની માંગણી ફાઈનલ સ્ટેજ પર છે. જે માટે કૃષિ રાજયમંત્રી પરષોતમ પાલા ક્ધવેન્સ થઈ ગયા છે. એટલે માન્યતા ટુક સમયમાં જ મળશે સરકારની પોલીસીમાં ઈન્વોલ્મેન્ટ સોમાનું પણ હોય છે. એટલે સોમા પ્રતિષ્ઠીત સંસ્થા બની છે. ચૂંટણી આવે ત્યારે એક કરતા વધુને પ્રમુખ બનવું છે. તે સ્વાભાવિક વાત છે. પરંતુ અમારા એક બે સભ્યોએ તોફશન કરવાની કોશીષ કરી હતી તા.૩૦ના જામનગર ખાતે સાધારણ સભા રાખવામાં આવી હતી જેમાં ૫૦ ટકા જેટલા મતદારોએ મતદાનથી વંચિત રાખવાની કોશિષ આવી હતી. ત્યારબાદની મીટીંગમાં અમે લોકોએ આ બાબતની નારાજગી દર્શાવી હતી. સોમાની ચૂંટણી દર વર્ષે સપ્ટેમ્બ . ઓકટો.માં યોજાય છે. પરંતુ આ વખતે અમુક લોકોએ વહેલી કરવાની કોશિષ કરી હતી એની સામે ચેરીટી કમિશ્નરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ચેરીટી કમિ. અમદાવાદ દ્વારા આ ચૂંટણી પર રોક લગાડવાનો આદેશ આપ્યો છે.
પ્રશ્ન:-સોમાના બંધારણના નિયમોમાં શું જોગવાઈ છે?
જવાબ:-સોમાના બંધારણમાં જો કારોબારી સામાન્ય સભા ન બોલાવે તો જ અન્ય વ્યકિત સામાન્ય સભા બોલાવી શકે છે. આ સભમાં બધા સભ્યો હોદેદારો તથા કારોબારી હાજર હોવા જોઈએ પરંતુ આ લોકોએ પોતાના ગ્રુપના લોકોને જ બોલાવીને સભા કરી હતી જેમાં ૩૦ થી ૩૫ સભ્યો જ હતા જેમાં પ્રમુખને પણ અજાણ રાખવામાં આવ્યા હતા.
પ્રશ્ન:-સોમામાં પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે
જવાબ:-દરેક સંસ્થામાં પ્રમુખતો પ્રમુખ જ હોય છે. અમારે કારોબારી પ્રમુખ નથી ચૂંટણી પરંતુ તમામ સભ્યો પ્રમુખને ચૂંટે છે.
પ્રશ્ન:-ચૂંટણી કરવાની સતા કોને હોય છે.
જવાબ:-ચૂંટણી કરવાની સતા જે ચૂંટાયેલી બોડી છે તે જ છે. આ માટે એક ચૂંટણી કમિશનર નીમવામાં આવે છે તે આ ચૂંટણી કાર્ય કરે છે.
પ્રશ્ન:-ચૂંટણી પડતી મૂકવા પાછળનું બીજા કોઈ કારણ છે?
જવાબ:-અત્યારે ચૂંટણી પડતી નથી મૂકાણી પરંતુ તેના પર રોક લગાવવામાં આવ્યો છે. ઘણા મતદારોને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. તેના આધારે રોક લગાવાયો છે.
પ્રશ્ન:-હવે ચૂંટણી કયારે યોજાશે
જવાબ:-ચેરીટી કમિશનર દ્વારા આ અંગે સુનાવણી કરવામાં આવશે તેમને યોગ્ય લાગશે તે સમયે ચૂંટણી યોજવાનો નિર્ણય કરશે: હવે પ્રમુખ કે કારોબારી ચૂંટણી અંગે નિર્ણય નહી કરી શકે.
પ્રશ્ન:-સોમામાં પ્રમુખની સતા અને તેની ફરજ શું ?
જવાબ:-સોમાનું સંચાલન કરવાનું કામ પ્રમુખનું હોય છે. સત્તા પણ વિશાળ સંસ્થાના સભ્યોના તથા સંસ્થાના હિતમાં કાર્ય કરવાનું
હોય છે.