કુટુંબનાં મોભી વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયાના હસ્તે ઉદઘાટન
પારિવારિક વાતાવરણ, વિનયી સ્ટાફ, વિશાળ પાર્કિંગ અને લિજજતદાર વાનગીઓની વિશેષતા
રંગીલા રાજકોટના સ્વાદના શોખીનોને સંતોષ આપતી ધ ગ્રાન્ડ મુરલીધર હોટલની બીજી શાખાનો લીંબડી નજીક શુભારંભ થયો છે.
આ નવા નજરાણા અંગે વિગતો આપવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા સંચાલકોએ જણાવ્યું હતું કે, લીમડી પાસે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલમાં સવારથી રાત સુધી ગ્રાહકોને વિવિધ લીજજતદાર વાનગીઓનો લહાવો મળશે.
રાજકોટ-જામનગર હાઈવે પર ૧૯૯૬ થી સ્વાદ પીરસી રહેલ તથા સ્વાદ, સર્વિસ અને ઉત્કૃષ્ઠ વાતાવરણનાં કારણે લોકોનાં હૃદયમાં સ્થાન અંકિત કરી ચુકેલ ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ દ્વારા સૌરાષ્ટ્ર-અમદાવાદ અને સૌરાષ્ટ્ર-મુંબઈ વચ્ચે મુસાફરી કરતા અને સ્વાદનાં શોખીન લોકો માટે લીંબડી ખાતે પણ એજ આહલાદક વાતાવરણ, એજ પરિચિત અને વિનયી સ્ટાફ અને એવો જ કાઠીયાવાડી સ્વાદ પીરસતી હોટલ શ કરવામાં આવેલ છે. આ હોટલ રાજકોટથી અમદાવાદ જતા લીંબડી ચોકડી પહેલા ડાબી તરફ આવેલ છે. વિશાળ પાર્કિંગ, વિનયી સ્ટાફ, ભોજન માટેની વિવિધ પસંદગી તેમજ સંપૂર્ણ પારિવારીક વાતાવરણ આ હોટલની મુખ્ય વિશિષ્ટતા છે. આ હોટલનું ઉદઘાટન કુટુંબના મોભી વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયા દ્વારા થયું હતું.
ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન ભોજન ઉપરાંત દરેક પ્રકારનાં ફાસ્ટફુડ અને નાસ્તા તેમજ ચા, કોફી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને અન્ય વેરાયટીઓ અહીં ઉપલબ્ધ રહેશે. આ સાથે ફાફડા, ગાંઠીયા, જલેબી અને થેપલા તો ખરા જ. મહેમાનોને મુસાફરી દરમ્યાન અનુભવાયેલો થાક પણ આ હોટેલની મુલાકાત માત્રથી ઉતરી જશે એવી આશા એભલભાઈ, ધર્મેશભાઈ, વિક્રમભાઈ, ભાર્ગવભાઈ તથા ટીજીએમ ગ્રુપનાં જનરલ મેનેજર સુરેન્દ્ર દત્ત વગેરે દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ સાથે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ દ્વારા એમના તમામ શુભેચ્છકો, મિત્રો, પરિવારજનો તેમજ મુસાફરોને એમના માનવંતા મહેમાન તથા મુલાકાતી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.