પહેલીવાર જ્યોર ડ્રેકિંગ શબ્દ મારા પરિચયમાં આવ્યો ત્યારે એવું લાગ્યુ એ શબ્દના મૂળ ડ્રેક શબ્દમાં છે ડ્રેક એટલે પુરુષ બતક પરંતુ એવું નથી. આ શબ્દ તો તેનાથી ક્યાંક છેટા છે પહેલા તો ડ્રેકિંગનો અર્થ કહી દવ એ એક જૂનો ડેટીંગ માટેનો શબ્દ છે અને વર્તમાન સમય ફરી લોકોને એ શબ્દ ખૂબ ગમવા લાગ્યો છે. તો ખરેખર ડ્રેકિંગ છે શું તે જાણીએ. એનો ખરો અર્થ છે એવી પરિસ્થિતિ કે અનુભવ જેમાં સંબંધોમાં જ્યારે તમે એકલાં પડી ગયા હો અને દુ:ખની લાગણી અનુભવતા હો સાથે-સાથેએ દુ:ખની લાગણીને તમે સોશિયલ મિડિયામાં પણ વ્યક્ત કરો એ આખી પરિસ્થિતિ એટલે ડ્રેકિંગ……
ટુંકમાં પ્રેમમાં ભંગાણના લીધે મળેલા દુ:ખને વારંવાર કોઇ સમક્ષ રજુ કરો અને બદલામાં તમે તેની પાસેથી લાગણીભર્યા શબ્દો મેળવો એ પરિસ્થિતિને ડ્રેકિંગ તરીકે ઓળખાય છે. અને અત્યારે તે ખૂબ ચલણમાં પણ છે.
સાથી સાથે બ્રેકઅપ થયા બાદ ફોન, ફેસબુક, વોટ્સએપ વગેરે જેવી સાઇટ્સ પર જુદા-જુદા પ્રકારે તમે એકલાં છો, દુ:ખમાં છો, તમારા સાથીને ખૂબ યાદ કરો છો, તેના વગર નથી રહી શકતા, તમારે તેના પ્રેમની હુંફની જરુર છે સાથી વગર જીવવું મુશ્કેલ બન્યુ છે વગેરે વગેરે શબ્દો દ્વારા તારા દુ:ખી વાતાવરણને લોકો સમક્ષ રજૂ કરો છો તે દર્શાવે છે તમે ‘ડ્રેકિંગની’ સીચ્યુએશનમાંથી પસાર થઇ રહ્યા છો. આ સિવાય પણ સોશિયલ મિડિયામાં સેડ સોગ, સેડ ડાયલોગ, એવી પોએટરી પણ મુકો ત્યારે પણ લોકો અંદાજો મેળવે છે કે તમે હાર્ટ બ્રેકિંગ ઝોનમાંથી પસાર થઇ રહ્યા છો.
ડ્રેકિંગ એટલેથી જ પુરુ નથી થાતુ અન્ય રસ્તાઓ પણ છે જ્યાં લોકો પોતાના દુ:ખને દર્શાવે છે એવી વાતો કરે છે જેના ઇનડારેક્ટલી પોતાના દુ:ખને વર્ણવે છે. અને એવી અપેક્ષા રાખે છે કે સામેની વ્યક્તિ તે સમજે અને પૂછે કે ભાર બેન શું થયું છે…..?
તો એમ કહેવું ખોટુ નથી કે ડ્રેકિંગથી પરિસ્થિતિમાં અથવા તો પ્રેમમાં દિલ તુટ્યાની પરિસ્થિતિમાં લોકોએ દુ:ખને પણ માણે છે. અને એ પણ દુ:ખી થઇને……..‘ડ્રેકિંગ’માં વ્યક્તિ એવું નથી ઇચ્છતો કે કોઇ તેને શાંત કરવા આવે પરંતુ તેને એવા થોડા લાગણીભર્યા શબ્દોની અપેક્ષા જરુર હોય છે. અને હા આ ડ્રેકિંગની પરિસ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિને ‘ડ્રેકર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તો શું તમે પણ બન્યા છો ક્યારેય ‘ડ્રેર્ક્સ’……?