મવડી રોડ ખાતે નવી ઓફીસનો પ્રારંભ: સહેલાણીઓ માટે વિવિધ પેકેજીસ અને ઓફરની ભરપાર
મવડી રોડ ખાતે સેલેટુર્સ એન્ડ ફોરેન પ્રાઈવેટ લીમીટેડની નવી ઓફીસનું ઉદઘાટન પરબધામના બાપુ કરશનદાસજીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડના ડિરેકટર કલ્પેશભાઈ સાવલીયાને મુખ્ય ઉદેશ લોકોને સારામાં સારા પેકેજ મળે સારી સર્વીસ મળે અને લોકોને તેમના પૈસાનું વળતર મળે તે છે.અને તેઓએ લોકોને હંમેશા સારી સર્વીસ આપી છે અને આવનારા સમયમાં યુરોપીયન કન્ટ્રીને પણ ધ્યાનમાં રાખી પેકેજો બનાવશે.
યુરોપીયન દેશોમાં પ્રવાસન પેકેજીસ લાવશું: કલ્પેશભાઈ સાવલીયા
સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેકટર કલ્પેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતુ કે તેમની ટ્રાવેલ્સ કંપની છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતુ કે તેઓએ આજે પોતાની નવી ઓફીસનું ઉદઘાટન કર્યું છે. અને પરિવર્તન એજ સંસારનો નિયમ છે.
જેથી સાત વર્ષ પછી તેઓએ પોતાની નવી ઓફીસનું ઉદઘાટન કર્યું અને આ ઓફીસનું ઉદઘાટન પરબ ધામના બાપુ કરસનદાસજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. રાજકોટની જનતાને ધ્યાનમાં રાખીને સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ આવનારા સમયમાં યુરોપીયન કન્ટ્રી પણ લઈને આવશે અને જો ૭ વર્ષ પહેલાની વાત કરીએતો કલ્પેશભાઈએ જણાવ્યું કે તેઓને પોતાને ફરવાનો ખૂબજ શોખ હતો અને શરૂઆતમાં તેઓએ રોડ ઉપર બેસીને પેકેજ વહેંચ્યા હતા.
ત્યારે લોકોએ તેઓ પાસે કંઈ પણ ન હોવા છતા પણ એક વિશ્વાસ મૂકીને ગ્રુપ બુકીંગ કર્યું હતુ જેથી લોકોનાં સાથ સહકારથી જ તેઓ આજે આ જગ્યા સુધી વહેંચી શકયા છે. અત્યારે સૌથી વધારે તેઓ પોતે થાઈલેન્ડ, સીંગાપોર, મલેશિયા વીથ ક્રુઝ કરે છે. અને સાથે સાથે હોગકોંગ, મકાઉ, સીડની જેવા પેકેજો પણ લોકોને સારામાંસારા આપે છે. સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ, પ્રાઈવેટ લીમીટેડનો મુખ્ય ધ્યેય સારામાં સારી લોકોને સર્વીસ અને પૈસાનું પુરૂ વળતર આપવાનો છે.