નિલ્સ સંજયરાજ ગ્રુપ અને લેમન ટ્રી હોટલ લિમિટેડ દ્વારા 45 રૂમ, બેન્કવેટ હોલ સહિત સાત માળની લક્ઝ્યુરિયસ હોટલનું નિર્માણ
રંગીલુ રાજકોટ પોતાની ખાણીપીણીની ઓળખથી જગતમાં અલગ જ નામના ધરાવે છે. ત્યારે હવે રાજકોટિયન્સ માટે તેમાં વધુ એક ભેટ ઉમેરાઈ છે. નિલ્સ સંજયરાજ ગ્રુપ અને લેમન ટ્રી હોટલ લિમિટેડ દ્વારા લેમન ટ્રી હોટેલનું નવલું નજરાણાની ભેટ રાજકોટવાસીઓને આપવામાં આવી છે. જેમાં આલીશાન 45 રૂમ, બેન્કવેટ હોલ સહિતની અનેક સુવિધાઓ સાથે નિર્માણ પામી રહી છે.લેમન ટ્રી હોટલ લિમિટેડ દ્વારા દેશના 57 સ્થળો પર 91 હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 8550 રૂમ સાથે દેશના અનેક સ્થળોએ લેમન ટ્રી હોટલ કાર્યરત છે. એટલું જ નહિ પરંતુ આગામી દિવસોમાં હોટલ ગ્રુપ દ્વારા 12,000 જેટલા રૂમની કેપેસીટી સુધી પહોંચવા માટે કાર્યશીલ છે. લેમન ટ્રી હોટલ ગ્રુપ ઈચ્છે છે કે દેશના કોઈ પણ ખૂણે મુસાફરી કરો તમને રહેવાની વ્યવસ્થા માટે પોતે તૈયાર છે.
રાજકોટનાં પોષ વિસ્તાર એવા રેસકોર્ષ પર નિલ્સ સંજયરાજ ગ્રુપ અને લેમન ટ્રી હોટલ લિમિટેડ કંપની દ્વારા આલીશાન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 45 જેટલા વિશાળ રૂમ, સ્વિમિંગ પૂલ, જીમ, સોના અને રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે બેકરી, રેસ્ટોરન્ટ અને બે કેફેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ કોઈ શુભ પ્રસંગ અને કોર્પોરેટ મીટીંગ માટે બેન્કવેટ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
લેમન ટ્રી હોટલના નિર્માણમાં નિલ્સ સંજયરાજ ગ્રુપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી છે. એટલું જ નહિ હોટેલની ડિઝાઇનથી માંડી તેના નિર્માણ સુધી અનેરી સફર રહી હતી. બાંધકામ અને હોસ્પિટલિટી ક્ષેત્રે અનેક આવિષ્કાર બાદ હવે લોકોને લેમન ટ્રી હોટેલનું નજરાણું આપવામાં આવ્યું છે.