- કેન્દ્ર સરકાર ” ઇન્ડિયા ડેટા સર્ચ ” પ્રોગ્રામ શરૂ કરશે, જેના મારફત દેશની કંપનીઓ એકબીજા સાથે વિશ્ર્વસનિયતા સાથે જોડાશે
- રાજકોટ શહેરમાં ” ટેકનોલોજી હબ ” પ્રોજેકટ 200 કરોડના ખર્ચે વિકાસ પામશે
કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક અને આઈ. ટી. તેમજ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર રાજકોટ શહેરમાં આત્મીય યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને સ્ટાર્ટઅપ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ વિષે માહિતગાર કર્યા હતા.મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ન્યુ ઇન્ડિયા ફોર યંગ જનરેશનનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું હતું તે સ્વપ્ન આજે સાકાર થતું દેખાઈ રહ્યું છે.પહેલાની સરકારમાં રૂપિયા 100 દિલ્હી થી નીકળતા તે લોકો સુધી માત્ર 15 રૂપિયા પોહચતા. જ્યારે વર્ષ ર014 બાદ કરપશન અટકતા પુરી રકમ લોકો સુધી સરકાર પોહચાડી રહી છે.વધુમાં રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે પહેલાની સરકાર પાસે કલેક્શન સિસ્ટમ જ ન હતી અને કોઈ પ્લાનિંગ જ ન હતું.હાલમાં દેશ પાસે તમામ સગવડો છે.દેશની 100 થી વધુ મોટી કંપનીઓએ વિશ્વ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે.
ડિજિટલ સગવડો હૈદરાબાદ, ચેન્નાઈ પુના પૂરતી સિમિત નહીં રહે
મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે દેશમાં 14 શહેરો ટેકનોલોજી ક્ષેત્રે ખુબજ આગળ છે તે જ રીતે દેશના તમામ શહેરોને ટેકનોલોજીથી સજ્જ બનાવાશે તેમજ ગુજરાતમાં હાલમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ટેકનોલોજી ડેવલોપમેન્ટ માટે સતત પ્રયત્નશીલ છે.સરકાર પાસે અત્યારે ડેટા સૌથી મહત્વની કડી છે.ટુક સમયમાં જ કેન્દ્ર સરકાર ઇન્ડિયા ડેટા સર્ચ પ્રોગ્રામ શરૂ કરશે.
આ પ્રોગ્રામમાં દેશની તમામ કંપનીઓનો ડેટા શેર કરી એકબીજાથી કનેક્ટ્ કરાશે. ભારતની કંપનીઓનો ડેટા ફોરેન ક્ધટ્રીમાં નહીં આપવામાં આવે જેથી એકબીજા સાથે કનેક્ટ્ થઈ કંપનીઓ ભારતમાં જ ગ્રોથ કરે.
છેલ્લા 6 વર્ષમાં દેશમાં ઈન્ટરનેટનો દુરૂપયોગ થયો
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઇન્ટરનેટના દુરુપયોગ વિશે જણાવ્યું હતું કે દેશમાં રર વર્ષ જૂનો કાયદો છે તેમા ફેરફાર કરી “ડિઝિટલ ઇન્ડિયા એક્ટ” નો કાયદો લવાશે.ઈન્ટરનેટ દ્વારા લોકોને જોડવાની વાત હતી પરંતુ હવે કડક કાયદાઓ દ્વારા ફ્રોડ થતું અટકાવાશે.રાજકોટ શહેરમાં “ટેકનોલોજી હબ” પ્રોજેકટ ર00 કરોડના ખર્ચે વિકાસ પામશે જેમાં કેન્દ્ર સરકારનો મહત્વનો સહકાર રહેશે.