પૂણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને રાજકોટથી 9.45 કલાકે ટેકઓફ થશે અને 11.20 કલાકે પૂણે એરપોર્ટ પર લેન્ડ થશે
રાજકોટવાસીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.આગામી તારીખ 3 જુલાઈથી રાજકોટથી પૂણેની નવી ફ્લાઈટ શરૂ થશે. અત્યાર સુધી ઈન્ડિગોની રાજકોટથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ગોવાની ફ્લાઈટ ચાલી રહી છે હવે આગામી દિવસોમાં રાજકોટથી પૂણેની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ પૂણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને રાજકોટથી 9.45 કલાકે ટેકઓફ થશે અને 11.20 કલાકે પૂણે એરપોર્ટ પર લેન્ડ થશે. આ ઉપરાંત આગામી તારીખ 1 જુલાઈથી રાજકોટ-ઇન્દોર અને રાજકોટ-ઉદયપુર જવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે.
રાજકોટથી ઉદયપુર જવા માટેની ફ્લાઈટ સવારે 8.40 કલાકે એરપોર્ટથી ટેકઓફ થશે અને 9.55 કલાકે ઉદયપુર એરપોર્ટ પર લેન્ડ થશે. જ્યારે રાજકોટથી ઇન્દોરની ફ્લાઈટ સવારે 11.55 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને બપોરે 2 કલાકે ઇન્દોર એરપોર્ટ પર લેન્ડ થશે. ઈન્દોર અને ઉદયપુરની સીધી ફલાઈટ શરૂ કરવા રાજકોટના વિવિધ સંગઠનો અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી માંગને લઈ બંને ડેઈલી ફલાઈટ શરૂ કરવા નિર્ણય કર્યો છે.