ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ભારતમાં ખેડૂતો અલગ અલગ પદ્ધતિ દ્વારા ખેતી કરતા હોય છે ત્યારે ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિથી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે સાબરકાંઠાના હિંમતનગરમાં રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા વિવિધ પ્રકારના શાકભાજીના છોડનુ વાવેતર ગુજરાતમાં પ્રથમ વખત કરાયુ છે. તો ચાલો જાણીએ શુ છે આ ટેકનોલોજી અને કેવી રીતે તેનો ઉપયોગ કરીને મેળવ્યું ઉત્કૃષ્ટ પરિણામ….
આમ તો કોઈપણ છોડનુ વાવેતર બીજ દ્રારા જ કરવામાં આવતુ હોય છે ત્યારે ઈઝરાયલ તુર્કી સહિત ના દેશોમાં તમામ છોડનુ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા વાવેતર કરવામાં આવે છે જેના કારણે છોડમાં કોઈપણ પ્રકારના વાઈરસ આવતા નથી તો સાથે ડ્રાફ્ટીગ કરેલ છોડના મુડીયા જમીનમાં અંદર સુધી જાય છે જેના થકી છોડને ખોરાક પણ વધુ મળે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે ત્યારે સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર ખાતે આવેલ રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી નો પ્રયોગ કરવામાં આવ્યો છે. રીંગણ ટામેટા અને તરબુચ જેવા છોડમાં પ્રથમ પ્રયોગ કરાયો જેમાં હાલ તો સફળતા મળી છે.
ગુજરાતના સાબરકાઠામાં પ્રથમ વખત રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી નો પ્રયોગ કરાયો છે જેમાં ખેડુતોને પણ ફાયદો થયો છે. જે ખેડુતો વર્ષોથી શાકભાજીની ખેતી કરતા હતા તેવા ખેડુતો ને આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા છોડ તૈયાર કરાયા છે તે છોડ નુ વાવેતર કર્યુ હતુ.
આ પદ્ધતિ દ્વારા ખેડુતોને વધુ ઉત્પાદન ઉત્પાદન મળી રહે છે તો જે ઉત્પાદન થાય છે તે ક્રોપનો ગ્રોથ સારો થાય છે. અન્ય કરતા ડ્રાફ્ટીંગ ટેકનોલોજીથી ઉછરેલ પાકનો ભાવ સારો મળે છે અને વેચાણ પણ તેના દેખાવ ને લઈને થઈ જાય છે. અન્ય પાક કરતા ડ્રાફટીંગ ટેકનોલોજીમાં કરવામાં આવેલ ખેતીમાં ઉત્પાદન બેથી ત્રણ ઘણુ વધુ મળે જેને લઈને ખેડુતોને આર્થિક ફાયદો પણ થાય છે.