કજાકિસ્તાનમાં 50 દેશોના 100થી વધુ પ્રતિનિધિઓ સમક્ષ આચાર્ય લોકેશનનું ધર્મ સંસ્કૃતિ અને જૈન ધર્મના સિદ્ધાંતોનું પ્રવચન બન્યું સૌને અભિભૂત કરનારું
કજાકિસ્તાન માં વૈશ્વિક પરંપરાગત ધર્મના નેતાઓની સાતમી વૈશ્વિક કોન્ફરન્સનું તારીખ 13 થી 15 સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના જૈન પ્રતિનિધિ તરીકે પૂજ્ય આચાર્ય ડોક્ટર લોકેશ મુનિએ વૈશ્વિક ધર્મ સંસદ કોંગ્રેસને સંબોધિ ભારતીય ધર્મ સંસ્કૃતિની સાથે સાથે જૈન વિચારધારા અને માનવતા અને પ્રાકૃતિક તાણાવાળા ની સવિસ્તાર ચીતાર આપ્યોહતો, કજાકિસ્તાન ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ,પોપ ફ્રાન્સિસ સહિત 50થી વધુ દેશોના 100થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સાતમી નેશનલ કોંગ્રેસ ને સંબોધતા આચાર્ય ડોક્ટર લોકેશ મુનિએ પોતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના સાથે જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર પ્રસાર સાથે ની સેવા આપું છું.. તેમણે જણાવ્યું હતું કે શાંતિ અને અહિંસા ની આસ્થા ધરાવતા જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનો આ વિશેષ અવસર માટે હું ગર્વની લાગણી અનુભવ છું.. જૈન ધર્મ સૌથી પ્રાચીન જીવંત ધર્મ પૈકીનો એક છે જૈન શબ્દનો અર્થ “જીનનો અનુયાયી”જીનાસ અથવા આધ્યાત્મિક વિજેતા થાય છે, માનવ ગુરુ કે જે સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી કલ્યાણના કામમાં જીવન વ્યતિત કરે છે… તીર્થકર પણ કહેવામાં આવે છે જે લોકો ને જન્મ અને મૃત્યુના ફેરામાંથી “મોક્ષ” અપાવે છે મહાવીર તરીકે ઓળખાતા 24માંતીર્થકર નો જન્મ 599 બીસી માં થયો હતો પ્રથમ તીર્થકર વૃષભદેવ રાજવી પરિવારમાંથી આવ્યા હતા અને તેમણે તમામ આનંદ”મોહ” ત્યાગ કરીને જૈન ધર્મની સ્થાપના કરી હતી.
આજે વિશ્વ એ કોરોનામહામારીનો સામનો કર્યો અને માનવજીવન અને ચેતના પર તેની ગંભીર અસરો પડી તેવા સંજોગોમાં દુનિયાના તમામ ધર્મો હવે વધુ મુક્ત અને પરસ્પર ને સમજવા માટે આગળ આવી રહ્યા છે આ માનવ સભ્યતાનો એક નવો તબક્કો છે… જ્યાં જીવન અને માન્યતાઓની કસોટી થાય છે, અને આધ્યાત્મિક તાને મહત્વ મળે છે તે ખરેખર સારી બાબત કહેવાય.. આરંભથી જ જૈન ધર્મ કુદરતી સિદ્ધાંતોમાં માનનારો ધર્મ છે.જૈન ધર્મ મૂળભૂત રીતેજ પ્રાકૃતિક ધર્મ છે તેને પ્રકૃતિના નિયમોને ધર્મમાં વણી લીધા છે જેનોને પર્યાવરણ મૈત્રી પૂર્ણ મૂલ્ય વ્યવસ્થા અને આચારસંહિતા પાલવા માટે સક્ષમ બનાવે છે ,જૈન પરંપરામાં તર્કસંગતતાના આગ્રહને કારણે જેનો હંમેશા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રત્યે હકારાત્મક અને ઉત્સાહી જોવા મળે છે, ભારત અને વિદેશમાં જૈન ધર્મ અંગેની વધુમાં વધુ જાગૃતિ લાવવા માટે પ્રાકૃતિક નિયમો અને સિદ્ધાંતો ને જીવન આ ચરણમાં મૂકવા માટે જૈન સૌથી આગળ છે, જૈન ધર્મના તમામ પ્રવૃત્તિઓ મોટાભાગે સ્વાવલંબી ધોરણે થાય છે
જૈન ધર્મના મૂળ તત્વર્થ સૂત્ર મુજબ અલગ-અલગ જીવોની સંખ્યા 8,400,000 જેટલી પ્રજાતિઓના રૂપમાં વસે છે તમામ જીવો જન્મ જીવન મૃત્યુ અને પુણ્ય જન્મના ચક્રનો એક ભાગ છે, અને તેથી જ પ્રત્યેક જીવનું ખૂબ જ મૂલ્ય છે ,કોરોના મહામારી પછી આપણે સૌ એક વાતે સહમત થયા છીએ કે પ્રકૃતિને ફક્ત કુદરતી નિયમોના આધીને જ સુરક્ષિત રાખી શકીએ, યોગ, જીવનશૈલી, અને વૈકલ્પિક ઉપચારો નું મહત્વ જૈન ધર્મમાં અગાઉથી જ બતાવેલા છે.. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં સંયમ અને પ્રકૃતિ અને તેમાં પણ ખાસ કરીને દરેક જીવન ક્રિયામાં ક્યાંય હિંસા નો અણસાર પણ ન હોવો જોઈએ,
જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓમાં કંદમૂળ નો ખાવામાં ઉપયોગ ન કરવો, સૂર્યાસ્ત પછી જમવું નહીં ,તમારી હથેળીમાં જે આવે તે જ ખાવું, અને તમારા કાર્યોથી એક પણ જીવને ક્યારેય કોઈપણ સંજોગોમાં મારવો નહીં ના જૈનના મૂળ સિદ્ધાંત માત્ર જેન જ નહીં દરેક અહિંસક માનવીઓ માટે આદર્શ બની રહ્યા છે, ભગવાન મહાવીરે આચરણ સૂત્રના પ્રથમ પુસ્તકમાં પર્યાવરણ વિશે જે ઉપદેશ આપ્યો હતો તેને હવે વધુમાં વધુ સ્વીકૃતિ મળી રહી છે, પ્રકૃતિના તત્વોને જીવંત પ્રાણીઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને અહિંસાના મૂળભૂત સિદ્ધાંત હેઠળ આ તમામ જીવોને સુરક્ષિત રાખવાના આદેશો આપ્યા છે, સ્વચ્છતા રાખીને બિનજરૂરી ચીજ વસ્તુઓનો અતિરેકથીકોઈ કચરો નહીં, વધુ પડતો ઉપયોગ નહીં દુરુપયોગ નહીં પ્રદૂષણ નહીં ના સિદ્ધાંતોનું જો દરેક પાલન કરશે તો ક્યારેય કોઈ મુશ્કેલીઓ નહીં આવે. જૈન ધર્મ એક પૌરાણિક ધર્મ છે જે તમામ જીવોના સુખ અને કલ્યાણમાં માને છે જૈન ફિલોસોફી માં દરેક આત્મામાં આધ્યાત્મિક મુક્તિ સુધી પહોંચવાની ક્ષમતા છે આ એક ખૂબ જ શક્તિશાળી માન્યતા છે કારણકે તેનો અર્થ એ છે કે માનવ અધિકારો અને ગોરો પ્રત્યે આદર એ આપણા વિશ્વાસની આંતરિક બાબત છે.
આપણા સાથી મનુષ્યો આપણે આત્માઓ તરીકે જોઈએ છીએ જે શુદ્ધિકરણ સમાન કલ્યાણના માર્ગ ઉપર આગળ ચાલે છે, દરેક આત્મામાં રહેલ દિવ્યતાને સમજીને જૈન માટે જીવવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેક મનુષ્યને આદર આપવો કોઈ વ્યક્તિ એ અન્ય લોકો સાથે સમાન ધોરણે રહેવું જૈન ધર્મની મૂળભૂત માન્યતા છે, જેમ તમને અને મને નુકસાન થાય ત્યારે દુ:ખ થાય છે તેવી જ રીતે તમામ આત્માને પણ દુ:ખ થાય છે, જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો પૈકી એક એ છે કે કોઈને હિંસા ન પહોંચાડવી, “અહિંસા પરમો ધર્મ” જેમ કે મહાત્મા ગાંધીએ અહિંસા ને જીવનમાં અપનાવી હતી અને ઉપદેશ આપ્યો હતો. જો જેન સિદ્ધાંતોનો વધુમાં વધુ વ્યાપક પણે પસાર કરવામાં આવશે તો લાખો માનવજીવન વ્યક્તિગત અને સામાયિક રીતે પરિવર્તન પામશે, અને સર્વત્ર સુખ અને કલ્યાણનો માહોલ ઊભો થશે આપણા માટે આ મંચ ની જેમ જ વિશ્વભરમાં શિક્ષણ પર્યાવરણ આરોગ્ય સંભાલ, મજૂરી નાબૂદી અને સમાજની અન્ય સમસ્યાઓ માટે નો ઉકેલ જૈન ધર્મમાં છે, જેન ધર્મ કોઈ માર્ગ નથી… પણ સંપૂર્ણ જીવનનું આચરણ છે.
આચાર્ય લોકેશન મુનિજીએ જણાવ્યું હતું કે આજની આ રિલિજિયન કોંગ્રેસ સમક્ષ મને મારી લાગણી અને શબ્દો ની પ્રસ્તુતિ કરવા બદલ હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું …જૈન ધર્મ અને તેમની પ્રાચીન પરંપરાઓના પ્રતિનિધિ તરીકે અહીં મારી વાત રજૂ કરવાનો હું ગૌરવ સાથે સંતોષનો અનુભવ કરું છું.. આવા કાર્યક્રમો અને તેની સાથે જોડાયેલ સમગ્ર વિશ્વ માટે કલ્યાણનો માર્ગ મોકલો થઈ શકે છે.. અમે હંમેશા આંતર શ્રદ્ધા સિદ્ધાંત અનેકાંતવાદ માં માનીએ છીએ અને અહીં વિવિધ ધર્મ સમુદાયો ને એક સાથે જોઈને વિશ્વ કલ્યાણની ભવિષ્યની આપણી આશા પરિભૂત થાય તેવું લાગે છે