રાજકોટના વિકાસ માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અનેક કામો થયા: સાંસદ મોહન કુંડારીયા
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુંં હતુ કે આજરોજ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટના વિકાસ માટે અનેક વિધ કામોના જેમકે અર્બન ફોરેસ્ટ વિકસાવવાના કામ માટે હિંગળાજનગરનાં આવાસ યોજના સહિતના કાર્યક્રમો માટે ઈ ખાતમૂહૂર્ત અને ઈ-લોકાર્પણ કરેલ છે.
આજીડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની રંગીલા રાજકોટની જનતાને એક નવું નજરાણું મળી રહેશે ટુંક સમયમાં જ તેનું કામ શરૂ થઈ જશે. રંગીલું રાજકોટ ગ્રીન રાજકોટ બને તે પ્રકારના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. અને આગળ પણ રાજકોટ સમાર્ટ રાજકોટ ગ્રીન, કલીન રાજકોટ બને તેવા જ પ્રયાસો હાથ ધરાશે.
માત્ર આજી ડેમ પાસે જ નહી પરંતુ આખું રાજકોટ હરિયાળુ બનાવવા પ્રયાસો: ગાર્ડન શાખા સુપ્રિન્ટેન્ડન્ટ હાપલીયા
અબતક સાથેની વાતચિત દરમિયાન પાર્કસ એન્ડ ગાર્ડન શાખા સુપ્રિડેન્ટ કે.ડી. હાપલીયાએ જણાવ્યું હતું કે રાજકોટના મધ્યમાં આપણને સરકારે ૧૫૩ એકર જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને અર્બન ફોરેસ્ટ રીકીએશનલ માટે ફાળવેલ છે. આજ જગ્યાએ અર્બન ફોરેસ્ટ અને લેન્ડ સ્કેપીંગ કરવા જઇ રહ્યા છીએ તેમાં સરકાર દ્વારા આપણને ૧૦.૫ કરોડ રૂપિયાની અનુદાનની રકમ પણ મળી ગયેલ છે. સરકાર તરફથી રાજકોટ મનપાને ૧૮ કરોડ રૂપિયા પ્રવૃતિ માટે ફાળવવામાં આવ્યા છે. અહિયાના જે હયાત રસ્તાને કાયકુપ કર્યા વગર કામગીરી થશે. હરવા ફરવાની કુદરતિ એમીનીટીસ મળી રહેશે. સહિત મેડીટેશન ક્ષેન, પ્લાન્સ પોગા ગેઝબો, બાળકોના મનોરંજન માટે સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હશે.
રાજકોટમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મુજબ આપણને જે પ્લોટ મળે છે હું તમને ૧૯૮૯થી વાત કરું તો ૧૮૮૯માં મનપામાં દાખલ થયાં ત્યાં ટીમ બની તેમાં અંદાજે ૮૦ હજાર ચોરસ મીટર ગાર્ડન હતુ. આજે ૭ લાખ ચોરસ મીટરમાં ૧૫૩ ગાર્ડન બની ગયેલ છે. ૭ ગાર્ડન એવાં છે. તેમાં આપણાં મુખ્યમંત્રીની પણ ઇચ્છાઓ અને પ્રયત્નો છે કે આપણું રાજકોટ હરીયાળું બને ગુજરાત હરીયાળું બને તો તેમાં સહભાગી બની કામગીરી કરીશું. તેથી આપણે રાજકોટને સ્માર્ટ સીટી, ગ્રીન સીટી બનાવી શકીએ.
જયારે કોન્ટ્રાકટ તથા ટેન્ડરીંગ કરવામાં આવો ત્યારે સોટકાની જવાબદારી સાથે એજન્સીને કામગીરી સોંપીએ છીએ. પ્રથમ સ્ટેપમાં ગતવર્ષે મુખ્યમંત્રીના જન્મદિવસે જે વૃક્ષારોપણ કર્યુ અને બેક સાઇડનું પ્લાનટેશન છે તે જ રીતે અમે આવેલ હતું. કે છેલ્લા વર્ષ કોન્ટ્રાકટરને ૪૦ ટકા રકમ છેલ્લા વર્ષમાં ચૂકવવાની ત્યાં સુધી રકમ ચુકવવાની રહેશે નહી. તેની નિભાવણીનો પ્રોર્શન તેમને રહેશે. તેની તમામ પ્રકારની જવાબદારી રહેશે. વોટરીંગ માણસોના પગાર, વૃક્ષની જાળવણી, નર્સરી પણ બનાવતા હોય આમાં પણ બનાવશે. આકસ્મિક જો કોઇ છોડ નાસ પામે તો તે પણ બદલવાની જવાબદારી તેમની રહેશે. અર્બન ફોરેસ્ટમાં અમે જે પ્લાનટેશન કરીશું. તેમાં વોટર બોડી છે. તેમાં જે બર્ડ આવે તો તેની કેબીટ મુજબના પ્લાન્ટ ઉગાડીશું. પ્રાણી પક્ષીની ઇકોલોજીને ધ્યાને લઇ પ્લાનટેશન કરવામાં આવશે.
તમે જેમ કહો છો કે કરોડો રૂપિયા ખર્ચાય ગયા પરંતુ હું તમને જણાવીશ કે આહિયા જયારે પ્લાનેશન કર્યુ ત્યાં પહેલા એક ગાંડો બાવળ પણ ન હતો. અહિયા કામ કરી અમે પ્લાનટેશન કર્યુ. અમને ખ્યાલ છે કે સો એ ઓ ટકા રીઝલ્ટ મળશે.