શેરબજારમા ટ્રેડિંગ ને લઈને મોટા ફેરફારો આવી રહ્યા છે. અત્યાર સુધી જે કોઈપણ રોકાણકારોને શેરો – ગોલ્ડબીઝ – બોન્ડ્સ વિગેરે ખરીદવા હોય્ તેણે પોતાના ટ્રેડિંગ એકાઉન્ટમાં રકમ જમા રાખવી પડતી હોય છે. પોતાના બ્રોકર્સ ને આપી અને પોતાના ટ્રેડિંગ એકાઉન્ટમાં ડિપોઝિટ કરવી પડી રહી છે. એફ. એન્ડ. ઓ માં પણ માર્જિન જમા રાખવું પડે છે.
જેટલી રકમના શેર્સ – સિક્યુરીટીઝ ખરીદવાની હશે તેટલી રકમ બેન્ક માં ફક્ત બ્લોક થશે
પરંતું સેબી નવી પ્રથા લાવી રહી છે જેમાં રોકાણકારો ના નાણા ફક્ત બ્લોક થશે સોદો ક્ધફ્રર્મ થશે પછીજ નાણા બેન્ક માંથી ઉપડશે અને સેટલમેન્ટ માં વચ્ચે બ્રોકર્સ ક્યાંય નહી હોય. ક્લાઈન્ટ અને કિલયરિંગ કોર્પોરેશન વચ્ચે ડાઇરેક્ટ સેટલમેન્ટ ઓફ ફંડ્સ અને સિક્યુરીટીઝ એટલે કે શેસે – બોન્ડસ – ડિબંચર્સ – ગોલ્ડબીઝ કે પછી ગવર્મેન્ટ સિક્યુરીટીઝ નું પેઈન પે આઉટ થશે.
આજ રીતે હાલમાં પ્રાયમરી માર્કેટમાં શાજ્ઞ માં પેમેન્ટ બ્લોક અન બ્લોક થાય છે. ફક્ત એલોટમેન્ટ મેળવનાર નાજ નાણા બેન્ક એકાઉન્ટમાં ડેબિટ થાય છે. ઉપરાંત જે ફંડ બેન્ક માં હોય છે તેનું વ્યાજ પણ કલાઈન્ટ ને જ મળે છે. આ વ્યવસ્થાને અજઇઅ એટલે કે એપ્લિકેશન સપોર્ટ બાય બ્લોક અમાઉન્ટ કહે છે.
આ વ્યવસ્થા થી બ્રોકર્સ ડિફોલ્ટ થવાની શક્યતા નહી રહે. બ્રોકર્સ ને પોતાના ટ્રેડિંગ માટે પણ આજ સિસ્ટમ થી ટ્રેડિંગ કરવાનું રહેશે. આમ જોવા જઈએ તો ફંડ કે પછી સિક્યુરીટીઝ ના પે-ઇન- પે-આઉટ માં બ્રોકર્સ નો ખાસ કોઈ રોલ રહેશે નહી.ટ્રેડિંગ માટે જો અજઇઅ અમલમાં આવશે તો તેનાથી શેરબજાર વધુને વધુ સુરક્ષિત બનશે. રોકાણકારો નો ભરોસો વધશે.
અગાઉ ઘણા કિસામાં બ્રોકર્સ પોતાના ક્લાઈન્ટસ્ ના નાણા બીજી જગ્યાએ યુટીલાઈઝ કરી લીધાના બનાવો બન્યા છે. અને રોકાણ કારોના નાણા ફસાયા છે.
સેબી દ્વારા દરેક ટ્રેડ ઉપર સેબી ફી વસુલાઈ છે. જેનો ઉપયોગ ઇન્વેસ્ટર્સ પ્રોટેકશન અને અવેરનેસ માટે થાય છે. ઘણા બધા કિસ્સા માં સેબી આ ફંડનો ઉપયોગ બ્રોકર્સ દ્વારા થયેલી ગેરરિતિના નાણા રોકાણકારો ને ચૂકવવામા કરતી હોય છે. ટ્રેડિંગમાં જો અજઇઅ આવશે તો આવા કિસ્સા બનશે નહી અને સેબી ફી નો ઉપયોગ રોકાણકારો ને વધુ ને વધુ એડયુકેટ કરવામાં અને રોકાણકારોને માર્કેટ રિલેટેડ અવેરનેસ્ પાછળ ખર્ચાશે.
આ અંગે શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર્ સેબી અને સ્ટોક એક્સચેન્જીસ દ્વારા જે કંઈપણ પગલાઓ લેવાય રહ્યા છે તે શેરબજારને વધુ સુરક્ષિત કરશે – લોકોનો ભરોસો બજાર પર વધશે. ખાસ કરીને t + 1 સેટલમેન્ટ થશે તેની પણ બજાર પર પોઝિટિવ અસર જોવા મળશે. ટ્રેડિંગમાં પણ જો ASBAનો અમલ થશે તો શેરબજાર માટે સારી વાત હશે તેમાં કોઈ શંકા નથી.