- વી.વી.પી. એન્જી. કોલેજ ખાતે પ્રજ્ઞા સભા, સૌરાષ્ટ્રપ્રાંતના સહયોગથી સસ્ટેઈનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન પર તજજ્ઞ આપશે માર્ગદર્શન: અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રજ્ઞાસભાના હોદેદારોએ આપી વિગત
સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઇનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ અને ભારતની “બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ” ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત, એક સાથે ચાર બ્રાંચમાં એક્રેડીટેશન મેળવનાર વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રજ્ઞા સભા, સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી તારીખ 08 સપ્ટેમ્બર, 2024 – રવિવારના રોજ “સસ્ટેઇનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન” વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રજ્ઞા સભા અને હંમેશા સામાજિક પ્રશ્ર્નોના નિરાકરણ માટે અગ્રેસર એવી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વિકરાળ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા નેશનલ કોન્ફરન્સના માધ્યમથી તજજ્ઞો દ્વારા પ્રકલ્પો રજૂ કરવામાં આવશે.
અબતકની શુભેચ્છા મુલાકાત ડેવીડભાઈ ધ્રુવ જણાવ્યું હતુ કે, કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ખાલી જળાશયોને કારણે પાણીની અછત અને જળ સુરક્ષા તથા સ્ત્રોતોના વિવિધ પડકારોને પહોંચી વળવા માટે સંશોધન પત્રો તથા પોસ્ટર (રિસર્ચ પેપર તથા પોસ્ટર) ના રૂપમાં નવા વિચારો, વિમર્શ તથા તકો માટે એક સુલભ પ્રયાસ છે. પાણીની અછત, અપૂરતી સિંચાઈ, હાઈડ્રો પાવર ઉત્પાદન, પર્યાવરણની અધોગતિ, પર્યટન અને મનોરંજનની અસરો, દુષ્કાળ વ્યવસ્થાપન જેવા વિવિધ પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી વિકલ્પ શોધવાનો પ્રયાસ છે. આ કોન્ફરન્સ દ્વારા જળ વ્યવસ્થાપન, જળ સંરક્ષણ, કાર્યક્ષમ પાણીનો ઉપયોગ, પાણીની ગુણવતાનું રક્ષણ અને ઈકોસીસ્ટમ પુન: થાપન જેવી હકારાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે તથા કાયમી જળ વ્યવસ્થાપનમાં ખુબજ અગત્યનો ફાળો આપશે કોન્ફરન્સનો અમારો ઉદેશ કાયમી જળ વ્યવસ્થાપન તથા જળ સુરક્ષાના પડકારોનો કેલ શોધવાનો પ્રયાસ છે.
સંશોધન પત્રો આપવાની અંતિમ તા. 27મી ઓગષ્ટ છે. વધુ માહિતી માટે 91376 87467, 90339 81148, 92762 06275 સેવર્ક કરો પેપર અંગ્રેજી હિન્દી, ગુજરાતી ભાષામાં રજૂ કરી શકાશે.
આ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલ તમામ પેપરોમાંથી સારૂ રિસર્ચ ધરાવતા પેપરોને પ્રજ્ઞા સભાની જર્નલમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. દરેક સ્પર્ધકોને તથા વિજેતા સ્પર્ધકોને સર્ટીફીકેટ તથા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રજ્ઞાસભાના હોદેદારો મનીષભાઈ શાહ, નિલયભાઈ પંડયા, નવનીતભાઈ ઘેડીયા, વીરેન્દ્રભાઈ પટેલ, ડેવીડભાઈ ધ્રુવ તથા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.