ભારતભરમાં દસ કાર્યશાળા પૈકીનો પહેલો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ એનસીએફ નવા અભ્યાસક્રમનું નિર્માણ કરી રહી છે. આ અભ્યાસક્રમ નિર્માણ સંદર્ભે ગઈઊછઝ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ, ગૠઘ, બાલમંદિરથી લઈ યુનિવર્સિટી સુધીના અધ્યાપકો અને કુલપતિશ્રીની વચ્ચે ચિંતન અને ચર્ચાઓ થાય એવા હેતુથી ડિવાઈન રિસોર્ટ, વેરાવળ ખાતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન થયું હતું.
આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એકમાત્ર દસ્તાવેજ નથી. શિક્ષણ એ વિકાસની ધૂરી છે. મૂલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિનું માળખું નક્કી કરી અને નવા ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. આ પોલીસી અંતર્ગત વિવિધ તજજ્ઞોની મદદથી ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. જ્ઞાનની પરંપરા એ આપણી ખૂબ મહાન પરંપરા છે. આપણે એમના વાહકો છીએ.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એનસીઇઆરટી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યશાળામાં પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની, પ્રો. જયરાજસિંહ જાડેજા, ડો.જબાલી જે વોરા, પ્રો. નરેન્દ્રકુમાર ગોંટિયા, ડો.ચેતન ત્રિવેદી, ડો.ગીરીશ ભીમાણી, ડો.એમ.એમ.ત્રિવેદી, ડો.લલિત પટેલ એમ આઠ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, દક્ષિણામૂર્તિ, લોકભારતી, સાંદિપની જેવી શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય વિવિધ એનજીઓ, ડાયટ પ્રિન્સીપાલ શ્રી વી.એમ.પંપાણીયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.કે.વાજા સહિત સિલેક્ટેડ કોલેજના પ્રોફેસર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્ય, ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.