ખ્યાતનામ તબલા આર્ટીસ્ટ વાજીદ અલી તાફુની સાથે તૈયાર કરેલુ ભજન હવે લોન્ચ થશે
ગુજરાતના ૨૧ કલાકારોને સાથે લઇને નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ રે અલગ રીતે રચનાત્મક ગીતની રચના કરનાર રાજકોટના મુસ્લિમ સંગીતકારે સોહિલ બ્લોચે પાકિસ્તાનના ખ્યાતનામ વાજીદ અલી તાફુને સાથે રાખીને મહાદેવજીનું ગીત તૈયાર કર્યુ છે.જે હવે લોન્ચ થશે. રાજકોટના યુવાને ગીત તૈયાર કરવામાં ટેકનોલોજીની મદદ લીધી છે.
રાજકોટના સંગીતકાર સોહિલ બ્લોચ જણાવે છે કે, આ પહેલો કિસ્સો હશે કે,ક મહાદેવના ભજનની આરાધના હિન્દુસ્તાન અને પાકિસ્તાનના મુસ્લિમ કલાકાર દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે તેને આ ભજન કમ્પોઝ કર્યુ ત્યારે તેમને તબલાના તાલ માટે કોઇ ખાસ કલાકાર નકકી કરવાના હતા. કારણ કે આ ભજનના ટ્રેકની સ્પીડ ૧૩૮ હતી. પાકિસ્તાનના ખ્યાતનામ તબલા આર્ટીસ્ટ જેને ભારતના દરેક તબલાવાદક આઈડોલ માને છે. એવા વાજીદ અલી તાફુ પોતે ફેસબુકના માધ્યમથી વાજીદ અલી તાફુનો સંપર્ક કર્યો અને તેમણે તુંરત જ આ પ્રસ્તાવ સ્વીકાર્યો. પોતે આ ગીત તૈયાર કરીને મેઈલના માધ્યમથી વાજીદ અલી તાફુને રચના મોકલી અને તેમણે રીધમ આપતા આખુ ભજન તૈયાર થયું છે. સંગીત અરબાઝ તાફુએ આપ્યું છે.
સોહિલ બ્લોચ એક વર્ષ પહેલા ગોંડલ પાસે આવેલ પડવલા ગામ માટે આશાપુરા માતાજીની સ્તુતિનું સ્વરાંકન આપ્યું હતુ. જેમાં બોલિવૂડના ખ્યાતનામ કલાકાર ઉષા મંગેશકર અને અનુરાધા પૌંડવાલ પાસે પણ ગવડાવ્યું હતું. સોહિલ બ્લોચ રાજકોટ એસ.એન.કે શાળામાં મ્યુઝિક ટીચર તરીકે ફરજ બજાવે છે. તેઓને સંગીતનો વારસો પિતા યુસુફભાઇ એટલે કે (ઉર્ફે કમલભાઇ) તેમજ સોહિલ બ્લોચના મોટા બહેન તસ્લીમ બ્લોચ (જાણીતા ગઝલ ગાયક ) તરફથી મળ્યો છે.