ડી.એચ. કોલેજમાં વિવિધ શહેરના ગાયકો દર્શકોને ડોલાવશે
નવરાત્રિ મહોત્સવ પૂરો થયા બાદ દર વર્ષની જેમ આ વખતે પણ સરગમ કલબ દ્વારા રાજકોટની જાહેર જનતા માટે વિનામુલ્યે ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે અને પહેલા દિવસે એટ્લે કે, તા. 07/10/22 ને શુક્રવારે સરગમી મ્યૂઝિકલ નાઈટ રાખવામા આવી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ રાજકોટની સંગીત પ્રેમી જનતાને રાત્રે 8 વાગ્યે ડી.એચ.કોલેજ ( યાજ્ઞિક રોડ )માં પહોચી જવા અનુરોધ કર્યો છે.
આ મ્યૂઝિકલ નાઇટમાં કોલકત્તાના સૂરોજીત ગુહા, મુંબઈના મનીષા કારિંદકર , અમદાવાદનાં મુખતાર શાહ અને પ્રિયંકા બસુ, પુનાના હિમંતભાઈ પંડ્યા અને રાજકોટના સોનલ ગઢવી જેવા પ્રખ્યાત સિંગર જૂના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે. આ સિંગરોને મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેષ્ટ્રા અને સાથી કલાકારો તથા ભારતીબેન નાયકનો સહયોગ રહેશે. આ મ્યૂઝિકલ નાઇટમાં પ્રમુખસ્થાને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહેશે. જ્યારે ઉદઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. મેયર પ્રદીપભાઇ ડવ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
આ ઉપરાંત રાજય સરકારના મંત્રી બ્રીજેશભાઈ મેરજા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા અતિથિવિશેષ પડે ઉપસ્થિત રહેશે. આ સિવાય મુખ્ય મહેમાન પદે પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ, ડી.આઈ.જી, સંદીપસિંઘ, ઉદ્યોગપતિ અરવિંદભાઇ પટેલ, બક્ષિપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, ધનરાજ ગ્રૂપના ચેરમેન ધનરાજભાઈ જેઠાણી,કોંગ્રેસનાં મહામંત્રી અશોક ડાંગર, બિલ્ડર જગદીશભાઇ ડોબરિયા,પૂજારા ટેલિકોમના યોગેશભાઈ પૂજારા, ઉદ્યોગપતિ બિપિનભાઈ હદવાણી, રાકેશભાઇ પોપટ,હેતલભાઇ રાજગુરુ, શિવલાલભાઈ આદરોજા, રમેશભાઈ જીવાણી, શૈલેષભાઈ પાબારી અને શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઇ પારેખ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે ગુણવંતભાઈના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલગજેરા, રાજેન્દ્રભાઈ શેઠ જહેમત ઉઠાવી રહ્યા છે.