ડ્રાઇવર-ગાર્ડની બતી પણ જોવા જેવી: પુંઠાની ટિકિટ કેવી હતી?
તાજેતરમા રાજકોટ અને ઓખા વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરતા પહેલા એક ટ્રાયલ ટ્રીપ કરાઈ હતી, આગામી ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થશે ત્યારે બાળકોની પ્રિય એવી રેલગાડી પહેલા કેવી હતી ? ક્યા ક્યાં સાધનો હતા? કેવી રીતે સંચાલન થતું? એ જાણવા માટે રાજકોટ રેલવે સ્ટેશન પર એક નાનું છતાં રસપ્રદ્ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમ આમ તો ઘણા સમય પહેલા બનાવાયું છે,પરંતુ હવે જયારે ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ થઈ રહી છે અને આગામી ટૂંક સમયમાં ડબલ ટ્રેક પર પણ ટ્રેનો દોડવવાનિ તૈયારી ચાલી રહી છે.
આ મ્યુઝિમમાં મુકવામાં આવેલા સાધનો જોવા ગમે તેવા છે.
અત્યારે જયારે કોમ્પ્યુટરીઝેડ ટિકિટ મળી રહી છે ત્યારે એક સમયે આ જ સ્ટેશન પરથી “ખટક” અવાજ સાથે પૂઠા વાળી ટિકિટ લોખંડના પેડમાંથી બહાર આવતી આ મશીન કદાચ નવી પેઢીએ જોયા ન હોય તો એક આંટો મારી આવજો.
આ ઉપરાંત રેલવે એન્જીન ડ્રાઇવર અને ગાર્ડ જે બતિ વાપરતા એ તથા સ્ટેશન માસ્ટર કઈ રીતે સંચાલન કરતા એ જુના સાધનો પણ આ મ્યુઝિયમમાં જોવા મળે છે.
સ્ટેશનની બહાર પાવર એન્જીન પણ મુકવામાં આવ્યું છે, કોલસાથી ચાલતા એન્જીનને બાળકોએ હવે તો કદાચ ફિલ્મો અને ચિત્રોમાં જ જોયું હશે, રેલવે તંત્રે અહીં સેલ્ફી ઝોન બનવવાની જરૂર છે.