ગુલાબ નગરમાં થુકવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો

જામનગર, સાગર સંઘાણી
જામનગરમાં ગુલાબ નગર પોલીસ ચોકીના સામેના ભાગમાં રહેતા એક મુસ્લિમ દંપતિ પર તેનાજ પાડોશી ભાઈઓએ થુકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી જૂનું મનદુઃખ રાખીને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં પતિનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની શોધ ખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશર બેન ઉપર ગઈ રાતે થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઇર્ષાદ મોહમદ ભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.જેમાં પતિને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે, અને બનાવ હત્યામાં પલટાયો છે. જયારે પત્ની કૌસરબેનને પણ પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે છરી અને લોખંડના પાઇપની ઈજા થઈ હોવાથી તેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હત્યાના બનાવમાં મૃત્યુ પામનારને ગત દિવાળીના સમયગાળા દરમિયાન ઘરની બહાર થુંકની પિચકારી મારી હતી, જે પિચકારી મારવાના પ્રશ્ન બંને પરિવારો વચ્ચે તકરાર થયા પછી જે તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું.પરંતુ ગઈકાલે ફરીથી થુકવાનો બનાવ બનતાં પાડોશી આરોપી ભાઈઓ છરી પાઇપ સાથે ધસી આવ્યા હતા, અને  પાડોશી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. જેમાં છરીનો ઘા જીવલેણ સાબિત થયો હતો, અને યુસુફભાઈએ દમ તોડ્યો હોવાથી બનાવ હત્યામાં પલટાયો હતો.
જે બનાવ અંગે સીટી બી. ડિવિઝન ના પી.આઇ. એચ.પી. ઝાલા એ ગુલામ હુસેન હારુનભાઈ સાંઘાણીની ફરિયાદ ના આધારે પાડોશી દંપત્તિ પર હુમલો કરી હત્યા કરવા અંગેની કલમ ૩૦૨,૩૨૬,૫૦૪,૧૧૪ તેમજ જી. પી. એકટ કલમ ૧૩૫-૧ હેઠળ બે ભાઈઓ સામેં ગુનો નોંધ્યો છે. હાલમાં બંને આરોપી ભાઈઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.