કપડાની સિલાઇની ઉઘરાણીના કરતા દુકાન સળગાવી દીધાની ફરિ.યાદ નોંધાવતા એક મહિનામાં બે વખત ઢસડીને માર માર્યો: પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

બાબરા તાલુકાના કોટડા પીઠાના દરજી પ્રૌઢે કાઠી દરબાર પાસે કપડા સિવવાના પૈસા માગતા દરજીની દુકાન સળગાવી દીધી હતી આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદના મનદુ:ખના કારણે એક માસમાં બે વખત માર માર્યા બાદ ગઇકાલે બપોરે દરજી પ્રૌઢ પર ધારિયા અને છરીથી પાંચ શખ્સોએ માર મારી ઢસડીને ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પાંચેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોટડા પીઠા ગામે રહેતા અને મેઇન બજાર ચોરા ચોક પાસે ાપા ગીગા ટેઇલર નામની દુકાન ધરાવતા વસંતભાઇ ચંદુભાઇ ડાભી ગઇકાલે પોતાની દુકાને હતા ત્યારે કાર અને બાઇકમાં આવેલા પોતાના જ ગામના વલકુ સુરંગ બોરીચા, વનરાજ વલકુ બોરીચા, જયરાજ વલકુ બોરીચા અને બે અજાણ્યા શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરી બજારમાં ઢસડતા હિન્દી ફિલ્મના વિલનના આંતક જેવા દ્રશ્ય સર્જાયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા વસંતભાઇ ડાભીને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે તેની ફરિયાદ પરથી કોટડા પીઠાના પાંચેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

દસેક વર્ષ પહેલાં વલકુભાઇ બોરીચા અને તેના બે પુત્ર વનરાજ અને જયરાજે કપડા સિવડાવ્યા હતા તેની સિલાઇના પૈસાની ઉઘરાણી કરતા તેઓને સારુ ન લાગતા દુકાનને આગ ચાપી સળગાવી દીધી હતી. આ અંગે ચંદુભાઇએ વલકુ બોરીચા સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના કારણે તે વધુ ઉશ્કેરાયો હતો અને પોલીસમાં કેમ ફરિયાદ નોંધાવી હતી તેમ કહી માર માર્યો હતો. દસેક વર્ષથી ચાલતા મનદુ:ખના કારણે એકાદ માસ પહેલાં પણ વલકુ અને તેના પુત્રો વનરાજ તેમજ જયરાજે ચંદુભાઇ ડાબી અને તેના પુત્ર આકાશને માર માર્યો હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવે છે. આજે તને જીવતો નહી છોડી તારી દુકાન સળવી તેને જીવતો સળગાવી દેવો છે. તેમ કહી ગઇકાલે બપોરે પાંચેય શખ્સોએ ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. બાબરા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.પી.પરમારે પાંચેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.