પોરબંદર જિલ્લાના  આદિત્યાણા ગામે  જૂની અદાવતનો ખાર રાખી  ડબલ સવારી બાઈકને કારના ચાલકે ઠોકરે   લઈ ધારીયા  અને લાકડી વડે મારમાર્યાની પાચ શખ્સો સામે  હત્યાની કોશિષનો ગુનોનોંધી રાણાવાવ  પોલીસ મથકના  સ્ટાફે   ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રૌઢની  હત્યાની ચાલતી અદાવતમાં ડબલ સ્વારી  બાઈકને  ઠોકરે લઈ ધારીયા વડે માર માર્યો: પાંચ સામે નોંધાતો ગુનો

વધુ વિગત મુજબ  રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા આવડા વિક્રમભાઈ   કડછા નામના  યુવક અને તેના મિત્રને કરણ કેશુ ઓડેદરા, વિશ્ર્વરાજસિંહ જાડેજા અને ત્રણ અજાણ્યા શખ્સોએ કારની ઠોકરે લઈ મારમાર્યાની  રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની  પ્રાથમિક  તપાસમાં  આવડા  કડછા નામના યુવકના કુટુંબી મોટાબાપા કાનારણમલ ભાઈ કડછાની  હત્યા કરી હતી જે બાબતે બંને પક્ષે ચાલતુ મનદુ:ખનો ખાર રાખી આવડા કડછા અને તેના મિત્ર નવનીત ઉર્ફે લવસ મોકરીયા બાઈક લઈને પોરબંદરથી રાણાવાવ   ગામ તરફ આવી રહ્યા હતા.  ત્યારે કરણ કેશુ ઓડેદરા તેનો મિત્ર વિશ્ર્વરાજસિંહ જાડેજા અને એક અજાણ્યો શખ્સે  પુર ઝડપે કારમી ઠોકરે લઈ બંનેને પછાડી દઈ ધારીયા વડે મારમારતા હતા ત્યારે બાઈક  પર આવેલા બે  શખ્સોએ લાકડી વડે મારમાર્યાની  ફરિયાદમાં જણાવ્યું હતુ પોલીસે ત્રણ અજાણ્યા  સહિત પાંચ સામે ગુનો નોંધી ધરપકડ  કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.