પત્ની રિસામણે જતા પતિએ છરીના ઘા ઝીંકી દીધા: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
શહેરના કાલાવડ રોડ પર આવેલા વનરાવન સોસાયટી નજીક આવાસ યોજનાના કવાર્ટરની પરિણીતા રિસામણે શ્રીનાથગઢ જતી રહેતા પતિએ છરીના બે ઘા ઝીંકી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ રહેતી સંગીતાબેન ઉર્ફે સંગુબેન અશ્ર્વિનભાઇ મકવાણા નામની પરિણીતાને રાજકોટના કાલાવડ રોડ પર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા પતિ અશ્ર્વિન લાલભાઇ મકવાણા સાથે મનદુ:ખ થતા છેલ્લા છ માસથી રિસામણે પિયર શ્રીનાથગઢ જતી રહી હતી.
પત્ની સાથેના મનદુ:ખના કારણે પતિ અશ્ર્વન મકવાણા શ્રીનાથગઢ જઇ પત્ની સંગીતાબેનને છરીના બે ઘા ઝીંકી દેતા તેણીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. ગોંડલ તાલુકા પોલીસે સંગીતાબેન મકવાણાની ફરિયાદ પરથી તેણીના પતિ અશ્ર્વિન મકવાણા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.એસ.આઇ. એ.વી. જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.