તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી પિસ્તોલ લમણે રાખી દીધી ધમકી: બુટલેગર સહિત આઠ શખ્સો સામે નોંધાતો ગુના
શહેરના જંગલેશ્વરમાં પરસાણા ૬ પાસે પંચરની દુકાન ધરાવતા વેપારી આદમભાઈ પર પોલીસને બાતમી આપતો હોય તે શંકા પર એજ વિસ્તારનાં સંજય અને તેના સાગરીતોએ પિસ્તોલ વડે ધમકાવી તલવાર, છરી, અને કુહાડી વડે હુમલો કરતા યુવાનને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંગલેશ્વર પરસાણા ૭માં રહેતા આદમભાઈ મામદભાઈ બકેરી ઉ.૩૨ પરસાણા ૬ પાસે આવેલી પોતાની પંચરની દુકાને હતો ત્યારે સામેથી સંજય, નીતીન ઉર્ફે નીતયો, ગોટીયો, રફીક અને બીજા ચાર અજાણ્યા શખ્સોને સંજયે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ શખ્સો આદમભાઈ પર તલવાર, કુહાડી, અને છરી વડે તૂટી પડયા હતા સંજય અને તેના સાગરીતો દારૂનો વેપાર કરતો હોય અને તેની બાતમી આદમ પોલીસને આપતો હોય તે વાતનો ખાર રાખી આદમને માર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ આઠ શખ્સો દ્વારા હુમલો કરતા આદમભાઈને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની જાણ ભકિતનગર પોલીસ મથકના સ્ટાફને થતા હોસ્પિટલે દોડી જઈ બુટલેગર સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.