ગત તા.૧૦.૧૧.૭ના રાત્રીનાં રમેશભાઈ ભગવાનભાઈ સોલંકી ઉ.૩૫ નવાબંદર વાળા પથ્થરના ઘા મારી ક્રુર હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી દીધેલ જે અનુસંધાને તેના નાના ભાઈ ભરતભાઈ ભગવાનભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવતા જે બાબતે નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૩૩/૨૦૧૯ ઈ.પી.કો. ક ૩૦૨ ૧૨૦ બી , ૩૪ મુજબનો ગુન્હો તા.૧૧.૭ના રોજ દાખલ થયેલ સદર બનાવ એચએમનો હોય અને નવાબંદર કોમ્યુનલ દ્રષ્ટીએ અતીસંવેદનશીલ હોય અને બનાવ અનુસંધાને બીજા કોઈ પ્રત્યાઘાતો ન પડે તે સારૂ તકેદારી રાખવા અને અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા તપાસ દરમ્યાન મરનારની રોજીંદી દિનચર્યા અને મિત્ર સર્કલ અંગેની માહિતી મેળવી શક પડતા ઈસમોને ટેકલ કરી મરનાર છેલ્લે કેન્દ્ર શાસીત દિવ પ્રદેશમાં ગયેલનું જાણવા મળતા જે આધારે જુદી જુદી જગ્યાએ જઈ અથાગ પ્રયત્નો કરી સીસીટીવી ફૂટેજ મેળવી જે ફૂટેજ આધારે તેમજ ટેકનીકલ સર્વેલન્સ ના આધારે શંકાસ્પદ ઈસમ રજાક કાસમભાઈ શમા ભાડેલા ઉ.૨૩, મોસીમ ઉર્ફે હાજી હારૂનભાઈ સોઢા ભાડેલા ઉ.૨૫ રહે બંને નવાબંદર વાળાઓને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ ગુન્હો કરેલાનું જણાતા અને જે સંબંધે પુરાવાઓ મળતા બંને ઈસમોને આ ગુનાના કામે તા.૧૫ના રોજ ધોરણસર અટક કરી આ અનડીટેકટ ખૂનનો ગુન્હો શોધી કાઢેલ છે.
નવાબંદર ખાતે ૬ દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: બે ઝડપાયા
Previous Articleવેસ્ટ ઈન્ડિઝ ટુર માટે ભારતીય ટીમને જુલાઈ ૧૯નાં રોજ થશે પસંદગી
Next Article ૧૯ જુલાઇની ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ રદ્દ