સફેદ પટ્ટા ન હોવાથી બાઈક ચાલકને સ્પીડ બ્રેકર દેખાયું: મિત્ર સાથે જતી યુવતી બાઈક પરથી ફંગોળાઈ

રાજકોટમાં પોતાના પુરુષ મિત્રના મહેમાન બનેલી મૂળ મુંબઈની યુવતીને અકસ્માત નડ્યો હતો. રામવન જતા બંને મિત્રોનું બાઈક સ્પીડ બ્રેકર પરથી ગતિમાં નીકળતા પાછળ બેઠેલી યુવતી બાઈક પરથી ફંગોળાઈ હતી. જેને માથાના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કામિનીબેન મોહનભાઈ ભટ્ટી નામની 45 વર્ષીય મુંબઈ રહેતી યુવતી મોરબી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. ત્યાંથી રાજકોટ ખાતે રહેતા ચિરાગ રાઠોડ નામના તેના મિત્રના ઘરે એસ્ટ્રોન ચોક પાસે આવી હતી.

આજરોજ સવારે બંને મિત્રો ચિરાગ રાઠોડના બાઈક પર બેસીને રામવન ફરવા જઈ રહ્યા હતા. ત્યારે આજી ડેમ અને રામવન વચ્ચે બાઈક ચાલક ચિરાગને સફેદ પટ્ટા ન હોવાથી સ્પીડ બ્રેકર ન દેખાતા તેને બાઈક તેના પરથી હંકારી મૂક્યું હતું. જેના કારણે પાછળ બેઠેલી મુંબઈના કામિનીબેન બાઈક પરથી ફંગોળાયા હતા. જેથી મુંબઈની યુવતીને માથાના ભાગે ગંભીર રીતે ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.