જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સુર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેવી રીતે માળાઓમાં રૂદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે ભગવાન શિવજીની આરાધનામાં રૂદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. રૂદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉ5લબ્ધ છે. સંસ્કૃતમાં રૂદ્રાક્ષના ઘણા નામ છે. રૂદ્રાક્ષ શ્રાવણ માસમાં ધારણ કરવાથી અનેક રીતે ફાયદાકારક છે. – શાસ્ત્રી રાજદિપ જોષી
દુર્લભ એક મુખી રૂદ્રાક્ષનું મહત્વ
એક મુખી રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. એક મુખી ઓરીજનલ રૂદ્રાક્ષનો શરૂઆતનો ભાવ રૂા. 4 થી 5 હજાર હોય શકે છે. એક મુખી રૂદ્રાક્ષ વિધિ વિધાન સાથે ધારણ કરવાથી લક્ષ્મીજીની કૃપા રહે છે. એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી મગજ અને હૃદયરોગમાં ફાયદો કરે છે.
સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ભુતપ્રેતની બાધા દૂર થાય છે. એક મુખી રૂદ્રાક્ષને છેદ કર્યા વગર ધારણ કરવો. જેમ 5 મુખી રૂદ્રાક્ષ રાહુ પીડા દૂર કરવા ધારણ કરવો. શુભ છે. તેમ એક મુખી રૂદ્રાક્ષ ગ્રહોમાં કેતુ પીડા દૂર કરવા અથવા નબળા કેતુને પાવરફૂલ બનાવવા ધારણ કરવો. એક મુખી રૂદ્રાક્ષને ધારણ કર્યા બાદ દરરોજ તેની ચંદન ચોખાથી પુજા કરવી.
રૂદ્રાક્ષ કઇ રીતે ધારણ કરવો ?
- પૂજાવિધિ કર્યા વગર રૂદ્રાક્ષ ધારણ કરવો નહિં.
- ગ્રહણનો દિવસ, પૂર્ણિમા, શિવરાત્રી, રવિપુષ્ય નક્ષત્ર, ગુરૂપુષ્યામૃત યોગ અથવા શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાક્ષ ધારણ કરવો.
- રૂદ્રાક્ષ ઉપર લઘુરૂદ્ર-રૂદ્રી કરી રૂદ્રાક્ષ ધારણ કરવો ફળદાયી રહેશે.
- તુટેલો બીજાએ પહેરેલો રૂદ્રાક્ષ ધારણ કરવો નહિં.
- રૂદ્રાક્ષ ધારણ કરનારે માંસ, દારૂનો ત્યાગ કરવો.
- રૂદ્રાક્ષ શૌચ (લેટરીન) જતા સમયે ઉતારી નાખવો.