વિછીંયા પંથકની બે સંતાનની માતાને પીપરડીના શખ્સે ધાક ધમકી દઇ ત્રણેક માસ પહેલાં દુષ્કર્મ આચરી તેના સાગરીતોની મદદથી મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કર્યા બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ ચારેય શખ્સોએ ફરી બળાત્કાર ગુજાર્યા બાદ પરિણીતાની સામાજીક બદનામી કરવાના ઇરાદે દુષ્કર્મનો વીડિયો વાયરલ કર્યાની વિછીંયા પોલીસ મથકમાં ફરિયા નોંધાતા પોલીસે ચારેય શખ્સો સામે ગેંગ રેપનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
દુષ્કર્મનો વીડિયો રેકોર્ડીંગ કરી વાયરલ કરી સામાજીક બદનામી કરી: પીપરડીના શખ્સ અને ત્રણ અજાણ્યા શખ્સ સામે નોંધાતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા પંથકની પરિણીતાને પીપરડી ગામના ભરત ગોબર નામના દેવીપૂજક શખ્સે પોતાના ત્રણ સાગરીતો સાથે ધાક ધમકી દઇ બળજબરીથી દેવધરી ગામની સીમમાં મોઢુકા તરફ જવાના માર્ગ પર લઇ જઇ ગત ઓગસ્ટ માસમાં ચારેય શખ્સએ
બળાત્કાર ગુજારી પોતાના મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કર્યુ હતું.
ભરત ગોબર દેવીપૂજક સહિતના શખ્સઓ ફરી પરિણીતાને દુષ્કર્મ માટે દેવધરી ગામની સીમમાં લઇ જઇ વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ ચારેય શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી દેતા હોવાથી ત્રીજી વખત મહિલા તાબે ન થતા ચારેય શખ્સોએ મહિલા સાથેના દુષ્કર્મ આચર્યાનો વીડિયો વાયરલ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પીપરડીના ભરત ગોબર અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો સામે સામુહિક બળાત્કારનો ગુનો નોંધી જસદણ પી.આઇ. જાની અને વિછીંયા પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે ચારેયની શોધખોળ હાથધરી છે.