- ઓફિસ વર્ક કે રોજિંદા કામમાં જો એક જગ્યાએ કલાકો સુધી બેસવાની મજબૂરી હોય તો દર પાંચ 10 મિનિટે થોડી વાર ઉભું થઈને શરીરને વિરામ આપવાની નિષ્ણાતોની સલાહ મારે તમારે અને આપણે સૌને માનવી જોઈએ
તળપદી કહેવતોમાં જીવનના ઘણા મર્મ સુચનો અને ચેતવણીઓ અપાયેલ હોય છે એક કહેવત છે કે.. સુતા જેવું સખ નહીં બેઠા જેવું દખ નહીં… કહેવતમાં સુવાના વૈભવ બિરદાવવામાં આવ્યું છે અને બેસવાની ટેવ ને કુટેવ ગણવામાં આવી છે પરંતુ આ વાત સુવા બેસવાની નથી બેઠાડું જીવન આરોગ્ય માટે ગંભીર સમસ્યા સર્જે છે તાજેતરમાં આવેલા એક સંશોધનના નિષ્કર્ષમાં બતાવ્યું છે કે માનવ જિંદગી માટે જોખમી ગણાતા બીડી સિગરેટ ધૂમ્રપાનના નુકસાનથી પણ બેઠાડું જીવન આરોગ્ય માટે જોખમી છે.
ઘણા લોકો જાગવાના શોખીન હોય છે અને બેઠા બેઠા જ કલાકો કાઢી નાખે છે અમથે અમથા બેઠુ રહેવાનું હોય એટલે બીજું કંઈ ન જોઈએ પરંતુ આ બેઠાડું જીવન આરોગ્ય માટે અને સરેરાશ આયુષ્ય ઓછું કરવાનું નિમિત બની શકે છે બેઠાડું જીવનમાં કામ કરતા કરતા ભોજન લેતા લેતા કે ખુરશી પર કલાકો સુધી બેઠા રહેવાથી શરીરની આખી પ્રક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે લાંબો સમય સુધી એક જગ્યાએ બેઠું રહેવાથી મોટું નુકસાન થાય છે.
આધુનિક તબીબી જગતે તો બેઠાડું જીવનને ધુમ્રપાનથી પણ વધુ જોખમી જણાવ્યું છે બીડી પીવાથી જેટલું નુકસાન થાય છે, તેટલું જ નુકસાન બેઠાડું જીવનથી થઈ શકે છે તાજેતરમાં મહિલા વેલનેસ સમિટમાં આ મુદ્દો સામે આવ્યો હતો તેમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એક જગ્યાએ બેઠા રહેવાથી નુકસાન વધારે થાય છે તેનાથી કમરને વધુ નુકસાન થાય છે.
ઓફિસમાં કર્મચારીઓ ને વધુ પ્રમાણમાં ખુરશી પર બેસવાથી કમર અને નીચેના ભાગના દુખાવાની ફરિયાદો વ્યાપક બની છે. ટેબલ પર ઓછામાં ઓછા પાંચ કલાક બેસીને કામ કરવા વાળા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે એક જગ્યાએ બેસી રહેવાથી કરોડરજ્જુ માં તકલીફ થાય છે .
આપણી કરોડરજ્જુ, પીઠ અને ખભા પર હંમેશની સરખામણીએ બમણું દબાણ હોય છે, જેના પરિણામે તે થાકી જાય છે. લોકોને ખ્યાલ નથી હોતો કે તેઓ માત્ર ઊંઘ લેવાથી લેવાથી આ બધું ટાળી શકે છે. તેમના અંગોને લંબાવવા માટે નાના વિરામો. તેઓ જ્યાં કામ કરે છે ત્યાં જ તે બરાબર કરી શકે છે, તે માટે શૂન્ય મહેનતની જરૂર નથી.” લાંબા સમય સુધી બેસી રહેવાની સમસ્યા અન્ય વ્યાવસાયિકોને પણ સતાવે છે. બસવેશ્વરા નગરની 29 વર્ષીય શિક્ષિકા નિષ્કા વેંકટેશે કહ્યું: “અમે ભણીએ છીએ ત્યારે ક્લાસમાં કલાકો સુધી બેસી રહેવાથી ધીરે ધીરે પીઠમાં દુખાવાની તકલીફ શરૂ થાય છે.
આવા તો ઘણા કિસ્સા જોયા છે અત્યારનું ઝડપી જીવન ધોરણ વચ્ચે જ્યારે શ્વાસ લેવાની પુરુષત્વ નથી ત્યારે શરીરના આરામની તો ખેવના કેમ રાખવી? એક જગ્યાએ બેસી રહેવાથી જે તકલીફ થાય છે તે ધુમ્રપાનથી પણ વધારે જોખમી છે.
એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલના ઓર્થોપેડિક્સના વિભાગના વડા અને મુખ્ય સલાહકાર ડૉ. કુમારદેવ અરવિંદ રાજમણ્યાએ જણાવ્યું હતું કે: “તમે જે રીતે બેસો છો? અને કેટલા સમય સુધી બેસો છો? તેની અસર તમારા ખભા, ગરદન અને કરોડરજ્જુ પર પડે છે. તે હવે વયનો મુદ્દો નથી, અમે અમારી હોસ્પિટલમાં બાળકોને પણ ગરદન અને પીઠના દુખાવાની ફરિયાદ કરતા જોયા છે તેમાં બાળકો ઇલેક્ટ્રોનિક ગેજેટ ના ઉપયોગ માટે બેઠા રહેતા હોય તો તેમનામાં પણ આ સમસ્યા છે બેઠાડું જીવનની સમસ્યામાં ઉંમરનો કોઈ બાદ નથી.
બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ માટે માટે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ ઉપયોગ કરવો પડે છે, અને તેના કારણે તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આને આપણે જીવનશૈલીના રોગો કહીએ છીએ, જેને આપણે નિયંત્રણમાં લઈ શકીએ છીએ. સતત એક જગ્યાએ બેસવાની મજબૂરી હોય તો પાંચ 10 મિનિટે એકવાર ઉભું થઈને શરીરને વિરામ આપવો જોઈએ, હાથ ,પગના સ્નાયુને ખેંચીને ગવાયત કરાવવી જોઈએ એક જગ્યાએ બેસી રહેવાનું આરોગ્ય માટે જોખમી છે બેઠાડું જીવન ઘટાડીને સતત પણે સક્રિય રહેવું જોઈએ એક જગ્યાએ બેઠા રહેવાથી આરોગ્યને મોટું નુકસાન થાય છે