દ્વારકાના ગયાકોઠા વિસ્તારએ ગામનો છેવાડાનો વિસ્તાર તરીકે ઓળખાય છે. ગામનો સીમાડાનો વિસ્તારમાં માનવ વસ્તી ઓછી હોય તથા પ્રાકૃતિક રચનાના કારણે જંગલી પ્રાણીઓને અનુકુળ થાય તેવા વિસ્તારમાં છેલ્લા એક માસથી દિપડો દેખાવાના બનાવો બન્યાના સ્થાનીકોના માઘ્યમથી અહેવાલો છે. આસપાસ નાના ગરીબ વર્ગના લોકો ઝુપડાઓ આવેલા હોય અને આ ખુંખાર દેખાતા દિપડાએ ગાયના વાછરડાકૂતરા મોર જેવા પાલતુ પશુઓ તથા પક્ષીઓનું મારણ કર્યાના અહેવાલો મળ્યા હોય અહી રહેતા સ્થાનીકોના જીવન પડીકે બંધાયા છે. આ અંગે
ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ છે. અને ફોરેસ્ટ વિભાગે પણ દિપડાના પાંજરે પૂરવા કવાયતો હાથ ધરી છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી ન હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે.