૨૪ જૂન સોમવારે મીડિયા જગત સો જોડાયેલા તમામ લોકો અને તેના પરિવારો આ ધ્યાન શિબિરનો લાભ લઈ શકશે :સમર્પણ ધ્યાન પરિવારના સભ્યોએ ‘અબતક’ની મુલાકાત લીધી
આજના હરિફાઈના યુગમાં મીડિયા સો જોડાયેલા લોકો તણાવભરી જિંદગી જીવતા હોય છે. અનેક ઘટનાની વચ્ચે ૨૪ કલાક રિપોર્ટીંગ કરી રહેલા પત્રકારો અને મીડિયા સો જોડાયેલા અન્ય કર્મીઓ હંમેશા પોતાના વર્તમાન પત્ર અને ચેનલોને અગ્રેસર રાખવા દિવસ-રાત એક કરતા હોય છે.
પરિણામે જીવનમાં સ્ટ્રેસ અનુભવતા હોય છે. આ બધા કામ વચ્ચે ફકત અડધી કલાકનું ધ્યાન આશ્ર્ચર્યકારક બદલાવ લાવે છે, જીવનમાં નવી તાજગી લાવે છે. સામાજિક, ભૌતિક, આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઉન્નતિ પ્રાપ્ત થાય છે, એટલે જ પૂ.શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં રાજકોટમાં પ્રમ વખત ખાસ મીડિયા જગત માટે સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન તારીખ ૨૪ જૂનના રોજ કરવામાં આવ્યું છે.
આ તકે સમર્પણ ધ્યાન પરિવારના તૃપ્તિબેન ખેર, દીપાબેન સાવલાણી, ભાવનાબેન દોશી, દેવેન્દ્રભાઈ જાની, સુરેશભાઈ પારેખે ‘અબતક’ની મુલાકાત લીધી. સૌરાષ્ટ્રના અખબાર જગતના પત્રકારો, ફોટોગ્રાફરો તેમજ વિવિધ ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ, કેમેરામેન, ટીવી એન્કર, મેગેઝીન સો જોડાયેલા તેમજ પ્રાઈવેટ એફએમ રેડીઓ, દૂરદર્શન કેન્દ્ર, ચેનલો, કોલમિસ્ટ, કવિઓ, લેખકો અને તેમના પરિવારના સભ્યો આ શિબિરમાં જોડાઈ શકશે.
આ શિબિરમાં કોઈપણ પણ પ્રાણાયામ ની પણ સમર્પણ ધ્યાન પધ્ધતિ એક એવો માર્ગ છે કે જ્યાં ધર્મ, ભાષા, દેશના બંધન વગર વૈશ્ર્વિક ચેતનાની સાક્ષાત અનુભૂતિ પ્રાપ્ત ાય છે અને વિશ્ર્વના અનેક લોકોએ આ પધ્ધતિ અપનાવી છે. ત્યારે રાજકોટ ખાતે મીડિયા કર્મીઓ માટે યોજાનારી આ શિબિરમાં શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ધ્યાનની સરળ પધ્ધતિ વડે દિવ્ય અનુભૂતિ અને ધ્યાનનું મહત્વ જાણી શકાશે. આ શિબિર અનેકના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત ઈ છે, જીવનના અનેક પ્રશ્ર્નોના ઉકેલ મળ્યા છે. તેમજ આત્મ જાગૃતિ દ્વારા આધ્યાત્મિક યાત્રાનો પણ પ્રારંભ યો છે. ભારતમાં અને વિદેશોમાં તેમની અનેક વીડિયો શિબિરો યોજાય છે. સાધકો તેમના દર્શન માટે ઉત્સુક હોય છે જ્યારે આ શિબિર તેમની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે ત્યારે આ સોનેરી અવસરનો લાભ લઈ જીવનને એક અલગ ઉંચાઈ આપવાની અમુલ્ય તક મળી રહી છે તે માટે સર્વે મીડિયા કર્મીઓને હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. ફકત એક જ પળ, એક જ ક્ષણ બસ બદલાવી દેશે તમારી જિંદગી. આ તક કોઈ પણ ના ચૂકે એ તકેદારી સો કોઈ માહિતી કે, પુછપરછ માટે ૯૮૨૪૮ ૯૦૯૧૭ અને ૯૪૨૬૫૩ ૩૪૪૬ નંબર પર સંપર્ક કરી શકાશે.