પોલીસે એફઆઇઆર નોંધતા પહેલાં પુરી તપાસ કરવી કાયદાકીય રીતે જરૂરી છે. ગુનાના ગુણ દોષ અને ફિઝીકલ હાજરી તેમજ ગુનામાં સંડોવણી અંગેના પુરાવા ધ્યાને લઇ એફઆઈઆર સામાન્ય રીતે નોંધવામાં આવે છે. પરંતુ જહેનાબાદ પોલીસે બે વર્ષ પહેલાં કદરતી રીતે મૃત્યુ પામેલી વ્યક્તિના નામે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી સાપે છંછૂદર ગળ્યા જેવી સ્થિતીનું નિર્માણ કર્યુ છે.

એફઆઇઆરને ફસ્ટ ઇન્ફોરમેશન રિપોર્ટ ગણવામાં આવે છે. એફઆઇઆરનું કોર્ટમાં ટ્રાયલ દરમિયાન મહત્વ હોય છે. ચાર્જશીટ પહેલાં એફઆઇઆરના આધારે આરોપીની પોલીસ ધરપકડ કરે છે. અને જામીન અરજીની સુનાવણી થતી હોય છે. એફઆઇઆર આરોપીની કંઇ પ્રકારની ભૂમિકા હોય છે. તે અંગેની પુરી તપાસ કર્યા બાદ જ એફઆઇઆર નોંધવામાં આવે તો કેસ ઘણો મજબુત બની જતો હોય છે.

પરંતુ પોલીસ દ્વારા પુરી તપાસ કર્યા વિના જ એફઆઇઆર નોંધી લીધા બાદ પુરાવા એકઠા કરે ત્યારે ગુનાની સલગ્ન પુરાવા મળતા ન હોવાથી કેસ નબળો પડતો હોય છે. આવા બનાવમાં એફઆઇઆર રદ કરવાની પોલીસને સતા ન હોવાથી પુરાવાના અભાવે કેસ પડતો મુકવા અંગે પોલીસ દ્વારા કોર્ટમાં સમરી રિપોર્ટ ભરવો પડે છે.

આવો જ એક બનાવ બિહારના જહેનાબાદ પોલીસમાં બન્યો છે. બે વર્ષ પહેલાં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના નામે જહેનાબાદના વાઘણા ગામના જગદીશદાસ ઉપર હુમલો કરવા અંગે આઠ વ્યક્તિઓ ઉપર એફઆઇઆર નોંધાવી હતી. એટ્રોસિટી મુજબનો ગુનો નોંધ્યો છે. એટ્રોસિટીના કેસની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે એફઆઇઆરમાં દર્શાવવામાં આવેલો આરોપી કુમાર નામની વ્યક્તિ બે વર્ષ પહેલાં કેન્સરની બીમારીથી મૃત્યુ નીપજ્યાનું ગામના સરપંચ દ્વારા પુરાવો આપવામાં આવતા સાપે છંછૂદર ગળ્યા જેવો ઘાટ સર્જાયો છે.

પોલીસ દ્વારા પુરી તપાસ કર્યા વિના ઉતાળે નોંધાતી એફઆઇઆરના કારણે એફઆઇઆર રદ કરવા પોલીસે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે છે. કેટલાક બનાવમાં પોલીસને પુરાતા પુરાવા આપવા છતાં એફઆઇઆર નોંધતા નથી અને અરજદાર ન્યાયથી વંચિત રહેવું પડે છે.

એફઆઇઆર નોંધાયા બાદ નજીકના ભવિષ્યમાં આરોપી મળી શકે તેમ ન હોય ત્યારે ફરિયાદ ખોટી હોવાનું જણાય ત્યારે હક્કીત ભૂલના કારણે એફઆઇઆર નોંધાય અને ફરિયાદની વિગતો દિવાની પ્રકારની હોવાનું જણાય ત્યારે પોલીસ દ્વારા કોર્ટમાં સી સમરી ભરવામાં આવે છે. અને તપાસ પડતી મુકવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.