કાલાવડ રોડ નજીક પુષ્કરધામ મેઇન રોડ પર 30 માર્ચે ઉદ્ઘાટન થનાર
અંજુબેન પાડલીયાના સાકાર થયેલા સપના જેવા
આત્મ નિર્ભર ભારત, સ્વસ્થ ભારત, પ્રકૃતિમય વાતાવરણ, અને લોકોને સારુંઆરોગ્ય મળી રહે તે માટે અબ તક મીડિયા હાઉસ હંમેશા નિમિત બનતું રહ્યું છે .અબ તકના માધ્યમથી પ્રકૃતિ, સ્વાસ્થ્ય ,રાષ્ટ્રનિર્માણ અને સમાજને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો આપવાની એક આગવી શૈલી રહી છે. આજે ફરી એકવાર કાયાપલટના સ્થાપક અંજુબેન પાડલીયા દ્વારા રાજકોટના આંગણ30 મી માર્ચે કાલાવડ રોડ નજીક પુષ્કર ધામ રોડ પર જેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તે કાયાપલટના કોર્પોરેટ હાઉસ ની સુવિધા સેવા અને સમાજ ઉપયોગી અભિયાન ની વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી
પ્રશ્ન અંજુબેન પાડલીયા કાયાપલટ ના નવા શરૂ થનારા કોર્પોરેટ હાઉસ ના સોપાન વિશે વાચકોને માહિતી આપશો?
અંજુબેન પાડલીયા: કાયાપલટ ની નવી બિલ્ડીંગ 30 મી માર્ચથી શરૂ થઈ રહી છે, અદ્યતન સુવિધા સાથે કોમર્શિયલ બિલ્ડીંગ તૈયાર છે, રાજકોટના કાલાવાડ રોડ પર પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા આ કોમર્શિયલ બિલ્ડીંગ માં ગ્રાઉન્ડ ફ્લોર પર નેચરોપેથીનો રિટેલ અને હોલસેલ મોલ કાર્યરત થશે. જ્યાં માટી માંથી કાયા પલટ દ્વારા તૈયાર કરવામાં આવેલી 100 થી વધુ પ્રોડક્ટનું વેચાણ થશે,
પ્રથમ માળ પર કાયાપલટની ઓફિસ છે. જ્યાંથી દરરોજ કાયાપલટ અંગેના લાઈવ કાર્યક્રમ પ્રસારિત થશે, સાથે સાથે કાયાપલટ પરિવાર સાથે જોડાઈને આત્મ નિર્ભર બનવા અને ફ્રેન્ચાઇઝ મેળવવા ઈચ્છતા લોકોને રૂબરૂ મળવા માટેની ઓફિસ રહેશે. બીજા માળે કાયાપલટ ના સેમિનાર હોલ માં અઠવાડિયામાં 3 સેમીનાર થશે જેમાં વિષય હશે શું તમારે આત્મનિર્ભર થવું છે? થોડી આવકની જરૂર છે? ઘર બેઠા આવક મેળવવા માંગતા લોકોને સેમીનારમાં માર્ગદર્શન અપાશે. બીજા સેમિનાર નો વિષય હશે શું આપ બીમારીથી પરેશાન છો? કોઈપણ પ્રકારની બીમારી જેમ કે રાજ રોગ બની ગયેલા ડાયાબિટીસ બ્લડપ્રેશર કે અસાધ્ય રોગ ની સારવાર અને મુક્તિ અને ગાયનેક ની સમસ્યા માટે માટે માર્ગદર્શન અપાશે .ત્રીજા સેમિનાર નો વિષય હશે બ્યુટી માથા અને શરીરના વાળ સહિત સમગ્ર શરીરની સુંદરતા અંગે માર્ગદર્શન અને સમસ્યાનો ઉકેલ સૂચવાશે, ચામડી અને વાળની સમસ્યા ના અલગ અલગ મુદ્દાઓ અંગે માર્ગદર્શન પાસે આમ આ બિલ્ડીંગ સંપૂર્ણપણે લોકોની સેવામાં સમર્પિત રહેશે. 30 મી માર્ચે શરૂ થનારું આ બિલ્ડીંગ સંપૂર્ણપણે પરમાર થી હેતુથી કાર્યરત રહેશે આ બિલ્ડિંગનો મુખ્ય હેતુ આત્મ નિર્ભર અને સમાજને સંપૂર્ણપણે રસાયણ મુક્ત બનાવવા ના અભિયાનનું નિમિત બનશે
અંજુબેન પાડલીયા એ પ્લાસ્ટિકની ખુરશીથી શરૂ કરીને પોતાની કોઠાસૂઝથી વિરાટ બિઝનેસ ની સાથે સાથે સેવા નું સામ્રાજ્ય ઊભું કરીને સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે.
પ્રશ્ન આપના સપનાના સપના જેવા કોર્પોરેટ બિલ્ડીંગ ની રચના સુધીની સફર કેવી રહી સફરમાં તમારા સાથી કોણ કોણ રહ્યા?
અંજુબેન પાડલીયા: ખુબ સરસ પ્રશ્ન છે ,આમ તો આપણે કહીએ છીએ કે કડવા ઘુટડા ગળી ગયા પછી પાછા મોઢે ન લવાય આપણું જ મોઢું કરવું થઈ જાય જીવનમાં ઘણા એવા કડવા ઘુટડા જેવા અનુભવ થતા હોય છે, મેં કુમકુમ થી શરૂ કરીને આજે કોર્પોરેટ ઓફિસ સુધીની સફર કરી છે મારી સફર ની શરૂઆત થઈ ત્યારે મારા બાળકો ખૂબ નાના હતા. ઘરની જવાબદારી માતૃત્વ ની ફરજ ની સાથે હું સફળ થઈ છું, ત્યારે આ સફળતાનો સૌથી વધુ શ્રેય હું મારા બાળકોને આપું છું .તે જ મારા સફળતાના સાક્ષી છે, અત્યારે સફળતાની ક્રેડિટ આપવાની વાત છે ત્યારે હું મારા શુભેચ્છકો શુભચિંતકો અને સહજ સહકાર આપનાર ને તો રુણી ગણું છું પરંતુ આ સફર દરમિયાન મને ધુમ્બા મારનારા, આર્થિક લાભ લઈને ચાલ્યા ગયેલા, સપના બતાવીને લાગણી સાથે ખીલવાડ કરનારા નુકસાન કરનારા તમામ લોકોને હું આજે થેન્ક્યુ કહીશ કે તેમના કારણે જ હું આ સ્થાને પહોંચી છું. મને આર્થિક નુકસાન પહોંચાડનારાઓને કારણે મારે મારી આવક વધારવાની ફરજ પડી, પ્રયત્ન કર્યો ;પુરુષાર્થ કર્યું, અને પરિણામ મેળવ્યો એટલે હું મને આર્થિક રીતે હેરાન કરનાર નો આભાર માનું છું કે મારી જરૂરિયાત વધી તો મારે આવક વધારવા માટે પ્રયત્નો કરવા પડ્યા અને એ આજે કુમકુમ કાયાપલટ ના કોર્પોરેટ હાઉસ સુધી પહોંચી મને જીવનમાં શીખવા મળ્યું કે નાસીપાસ થયા વગર મહેનત કરો તો ફળ મળશે..
પ્રશ્ન: વર્લ્ડરેકોર્ડના નિમિત બની રહ્યા છો ત્યારે કયો રેકોર્ડ અને કેવી રીતે તેનું સર્જન થયું?
અંજુબેન પાડલીયા: 30 મી માર્ચે સવારે નવા બિલ્ડીંગનું હિન્દુ શાસ્ત્ર વિધિથી સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થવાનું છે. તેમાં વાસ્તુ યજ્ઞ અને સંતોના હસ્તે ઉદ્ઘાટન વિધિ થશે ત્યારે ગાંધીનગર ની વર્લ્ડ રેકોર્ડ ટીમ આવશે અને ખેતરાઓ માટીમાંથી કોઈપણ કેમિકલ વગરના ચામડી અને વાળના પીએચ ને બેલેન્સ કરતી વર્ડ ક્લાસ કંપની દ્વારા 100 થી વધુ પ્રોડક્ટ નું એક સાથે લોન્ચિંગ કરવાનો રેકોર્ડ મારા ખાતે જઈ રહ્યો છે
પ્રશ્ન બીજો રેકોર્ડ જે વધુ મહત્વનો છે તે શું છે?
અંજુબેન પાડલીયા: ખુબ સરસ મને મળનારા રેકોર્ડ કરતા પણ મહત્વના રેકોર્ડ ની વાત કરું તો આપણી સફળતા કરતાં અન્ય વ્યક્તિ ને સફળ બનાવવા આપણે નિમિત બની તેની ખુશી વધારે થતી હોય છે અબ તકના માધ્યમથી આપણે હેલ્થ કોચ અંગેના 17 એપિસોડ પ્રસારિત કર્યા છે જેમાંથી 30 આર્ટીસ્ટો એવા છે જે 210 કલાક સુધી સતત પણે માટીનો મેકઅપ કરવાના છે. અને આ કલાકાર આરતી સ્ટોરે પર્સનલ નામ સાથે વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરશે અને કાયાપલટને વર્લ્ડ લોંગેસ્ટ મડથેરાપી નો એવોર્ડ વર્લ્ડ રેકોર્ડ ના રૂપમાં મળશે
પ્રશ્ન કાયાપલટ કોમર્શિયલ બિલ્ડિંગમાં શું શું પ્રવૃત્તિ થશે?
અંજુબેન પાડલીયા: કાયા પલટ કોમર્શિયલ બિલ્ડિંગમાં મધ થેરીપી ની વસ્તુઓ નું વેચાણ કરી બહેનોને પગભર કરશો જે લોકોને હેલ્થ અને બ્યુટીની પ્રોડક્ટની જરૂર છે તે લોકોને માટીના પ્રોડક્ટ વાપરવા પ્રોત્સાહન આપશે, અમારું મહત્વનું સોપાન હશે ઇન્ટરનેશનલ યોગ સ્કૂલ માં યુવા પેઢીને યોગનું શિક્ષણ ઉપલબ્ધ કરાવાશે, અહીં અમેરિકાના માન્યતા પ્રાપ્તિ યોગ સ્કૂલ માં બાળકોને 200 કલાકની ટ્રેનિંગ લીધા બાદ ઓથેન્ટિક યોગ ટીચર ની માન્યતા મેળવશે અને વિશ્વમાં ગમે ત્યાં યોગ સ્કૂલ ખોલી શકશે. ફોરેનમાં યોગ શિક્ષક તરીકે કામ કરશે તો ડોક્ટર એન્જિનિયર કરતાં વધારે પૈસા કમાશે. અમે માટી અને પાણીમાંથી બનેલી મેકઅપની આખી પ્રોફેશનલ રેન્જ બનાવી છે અમે ટૂંક સમયમાં માટીમાંથી બનેલ આઈ શેડો લોન્ચ કરશો મેકઅપ કરતા પહેલા સ્કીન થેરાપી માટે ની કાર્યકલ્પ પ્રોડક્ટ એક્વા ક્લીંઝર નું લોન્ચિંગ કરવામાં આવશે જે પાણી અને માટીમાંથી બનાવવામાં આવી છે. ત્યારબાદ મેકઅપ કરી તડકામાં જાવ તો મેકઅપ ઓગળે નહીં તે માટે ફિક્સર બનાવ્યું છે .ઉનાળા માટે વિટામિન ઈ અને માટીના કોમ્બિનેશનથી સાવર જેલ નું લોન્ચિંગ કરી રહ્યા છીએ. અમે માટીમાંથી બનેલું ટેલકમ પાવડર લાવી રહ્યા છીએ
પ્રશ્ન હેલ્થ કોર્સ અંગે થોડી માહિતી આપશો
અંજુબેન પાડલીયા: લોકોને નવું કરવા નો શોખ હોય છે પરંતુ સમય હોતો નથી અમે એકેડેમીમાં હેલ્થ કોર્સ થી લોકોને આત્મનિર્ભ બનાવશું ટૂંકા ગાળામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સફળતા સુધી પહોંચવાની સફર કેવી રહી?
અંજુબેન પાડલીયા જર્ની ખૂબ અઘરી હતી પરંતુ ક્રમશ ધીરે ધીરે સાચી દિશામાં કામ કરતા ગયા એમ અમે સફળ થયા ૂવફતિંફાા ગ્રુપ અને સેમિનાર થકી અમે વધુમાં વધુ મહિલાઓ સાથે જોડાઈ શક્યા આજે 15000 મહિલાઓ અમારા માધ્યમથી આવક મેળવી રહ્યા છે. પ્રથમ ઓનલાઈન કોર્સ કરીને મહિલા અમારા મિશનમાં જોડાઈ જાય છે માટી વિશેની સંપૂર્ણ જાણકારી આપીએ છીએ પછી તેની પસંદગીનો કામ સોંપીએ છીએ. અમે વસ્તુ બનાવતા શીખવાડીએ છીએ અને હોલસેલ મોલની ફ્રેન્ચાઇઝી આપીએ છીએ અને આવક કરતા કરીએ છીએ 25 50 બહેનોની ટીમ ઉભી કરવામાં આવે છે ગુજરાતમાં 20,000 બહેનો કામ કરે છે હવે દુનિયામાં પણ આપણે મોટી ધુમ મચાવીએ છીએ
પ્રશ્ન: કાયા પલટ લીસ્ટેડ કંપની બની તે વિશે જણાવશો ?
અંજુબેન પાડલીયા; બજારમાં જે કંપનીનું ટર્નઓવર સો કરોડ કરતાં વધુ હોય તેનું મોનિટરિંગ થાય છે અને તેનું લિસ્ટિંગ થાય છે અને તેનું પબ્લિશિંગ થાય છે .આવી રીતે વર્ષો જૂની કંપનીઓ સાથે કાયાપલટ નોમિનેશનમાં પહોંચી અને પુરુષ ઉધોગપતિ વચ્ચે એક મહિલાને પણ સફળ થવાની તક આપી મને ગુજરાતના ટોપ 25 બિઝનેસમેનમાં સ્થાન મળ્યું અને હવે વિશ્વની પ્રથમ મહિલા માટીના પ્રોડક્શન ની કંપની ચલાવનાર બની છું
પ્રશ્ન તમે માનો છો કે કિસ્મત પણ જરૂરી છે?
અંજુબેન પાડલીયા :અવશ્ય સો ટકા ઈશ્વરની તાકાતથી મોટું કોઈ છે નહીં. આપણે પંચમહાભૂત માંથી બન્યા છીએ અને તેમાં છઠ્ઠું તત્વ જીવની શક્તિ મળે તો જ આપણે પરિપૂર્ણ થયા કહેવાય પરંતુ સફળ થવું હોય તો આપણે કર્મ કરવું જોઈએ નસીબ પર બેસી ન રહેવાય
પ્રશ્ન તમને પારિવારિક સહકાર કેવો મળ્યો?
અંજુબેન પાડલીયા; પરિવારનો સહકાર મને મળ્યો છે આજે હું પણ પરિવારને સાથે રાખીને ચાલુ છું તેના માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે બિઝનેસ અને પરિવારને ખાસ સમય ફાળવવો જોઈએ આજે મને મારી બહેન નો પરિવાર નો બિઝનેસમાં સારો એવો સહકાર મળે છે દ્રઢ સંકલ્પ અને ટાઈમ મેનેજમેન્ટ થી બધું શક્ય છે. મહેનત કરો એટલે તમને ફળ મળે છે… એ જ મારો મોટીવ અને સમાજ સંદેશો છે