ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ મનુભાઈ બાંભણીયા આજે પ્રમુખ પદે થી તથા તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું છે.તેઓ એ પત્ર માં જણાવ્યું હતું કે શહેરના યુવા ભાજપા પ્રમુખ પદ પર છું અને હાલ સંજોગાવશ એકયા બીજી રીતે આત્મનિર્ભર પ્રશ્નો માટે લડાય લડતો હોવ છું , ત્યારે એક યા બીજી રીતે લોકો વચ્ચે ભાજપના સિમ્બોલનો ઉપયોગ થતો હોય એવું મને લાગે છે ,

આ કારણે ભાજપના સીમ્બોલને કે પાર્ટીને કોઇપણ જાતનું નુકશાન થાય એવું હું કદાપી ઈચ્છતો નથી અને ભવિષ્યમાં પણ ઈચ્છીશ નહી.અને માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ મને યુવા ભાજપ અક્ષને લાયક સમજીને જે કાર્યની જવાબદારી સોપી હતી એ બદલ ભારતીય જનતા પાર્ટી , ઉના તેમજ નગરપાલિકા પ્રમુખ કે.સી.રાઠોડ સાહેબનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું .

અને મારા કાર્યકાળ દરમિયાન આપ સહુએ માનસન્માન સાથે ખુબ સાથ , સહકાર , અને પ્રેમ આપ્યો એ બદલ તમામ કાર્યકરો , વડીલોનો આભાર વ્યક્ત કરું છું અને મારા કાર્યકાળ દરમિયાન મારા કર્મ , વિચાર કે વાણીથી આપશ્રી કે પાર્ટીને કોઈ હાની પહોચી હોયતો તે બદલ હું ક્ષમા માગું છું , હું હમેશા રાષ્ટ્રહિત વિચારધારા સાથે જોડાયેલો છું અને હાલના કામ અર્થે સંજોગાવશ હું પાર્ટીના તમામ જવાબદારીમાંથી રાજી , ખુશી , સ્વેછીક રીતે રાજીનામું આપું છું જે માનભેર સ્વીકાર કરશો તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.