ઓક્ટોબર મહિનો ફૂલોના છોડ માટે ખૂબ જ ખાસ હોય છે. ત્યારે થોડી કાળજી રાખવાથી તમે આ સિઝનમાં તમારા છોડને સુંદર ફૂલોથી ભરપૂર કરી શકો છો. આ સિઝન જાસૂદ, ગલગોટા, ગુલાબ અને સદાબહાર ફૂલોનો સમય છે. જો તમે દિવાળીના અવસર પર પૂજા માટે તમારા બગીચામાંથી ભગવાનને ફૂલ ચઢાવવા માંગો છો, તો આજે જાણો કેટલાક ઘરેલું ઉપાયો વિશે, જેની મદદથી તમે તમારા છોડને લીલાછમ અને હેલ્ધી બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઓક્ટોબરમાં ફૂલછોડમાં વધુ ફૂલો આવી શકે છે.
ફૂલ છોડ માટે બેસ્ટ છે આ મિશ્રણ
લીમડાનું તેલ
જો તમે ફૂલ છોડને કીટકોથી બચાવવા ઇચ્છો છો, તો તેના માટે લીમડાનું તેલ બેસ્ટ છે. તેમજ તેની મદદથી તમે ઘરે જ પેસ્ટીસાઇડ સ્પ્રે બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવો કીટનાશક સ્પ્રે.
– છોડ માટે કીટનાશનક સ્પ્રે બનાવવા માટે એક બોટલમાં 2-3 ટીપાં લીમડાનું તેલ નાખો.
– હવે તેમાં એક લીટર પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
– મિક્સ કર્યા બાદ તેને સ્પ્રે બોટલમાં ભરીને છોડ પર છાંટી લો.
– આ મિશ્રણ છોડ પર લગાવવાથી કીટકો અને ફંગસ તમારા છોડથી દૂર રહેશે.
– આ મિશ્રણને છોડના પાંદડા અને ડાળીઓ પર સપ્તાહમાં એક વખત સ્પ્રે કરો.
દૂધનો કરો ઉપયોગ
જો તમારા બગીચામાં લાગેલા ફ્લાવર પ્લાન્ટમાં ઓછા ફૂલ આવી રહ્યા છે, તો તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકો છો દૂધમાંથી ફર્ટિલાઇઝર.
– દૂધમાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન છોડ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
– તમને જણાવી દઈએ કે આ તત્વો ફૂલની કળીઓને મજબૂત બનાવવાની સાથે ફૂલોને ખીલવામાં મદદ કરે છે.
– છોડ પર મિલ્ક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવા માટે એક લિટર પાણીમાં એક ચમચી દૂધ મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો.
– હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને છોડના પાંદડા પર મહિનામાં એક વખત સ્પ્રે કરો.
ઇંડાની છાલમાંથી તૈયાર કરો હેલ્ધી ખાતર
– જો તમારી પાસે ખાતર નથી, તો તમે ઇંડાના શેલનો ઉપયોગ કરી શકો છો.
– તમને જણાવી દઈએ કે, ઈંડાના શેલમાં કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે છોડ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
– તે છોડના વિકાસમાં વધારો કરવા સાથે ફૂલોને ખીલવામાં મદદ કરે છે.
-તેમજ તેનો ઉપયોગ કરવા માટે, ઇંડાના શેલ્સને સૂકવી અને પીસી લો.
– હવે આ પાવડરને પાણીમાં મિક્સ કરો અને એક કલાક માટે રહેવા દો.
– ત્યારબાદ આ મિશ્રણને ફિલ્ટર કરો અને મહિનામાં એકવાર છોડ પર તેનો છંટકાવ કરો.
ફૂડ ઓઇલનો કરો ઉપયોગ
– તમે તમારા બગીચામાં ફૂડ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ માટે, એક લિટર પાણીમાં એક ચમચી રસોઈ બનાવવાનું તેલ ભેળવીને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ હવે આ સોલ્યુશનને મહિનામાં એકવાર છોડના પાંદડા પર સ્પ્રે કરો.
છોડ માટે જરૂરી છે આ વસ્તુઓ
જો તમારી ગાર્ડનમાં લાગેલા પ્લાન્ટમાં ફૂલ નથી આવી રહ્યા તો, આ ખાતરી કરો કે તેને યોગ્ય તડકો, પાણી, માટી અને ખાતર મળી રહે. તેમજ છોડને ખરીદતા સમયે તેની દેખભાળ સંબંધિત બાબતો પૂછો.
– છોડને પર્યાપ્ત સૂર્યપ્રકાશ મળે તેની ખાતરી કરો.
– છોડને નિયમિત રૂપે પાણી આપો, પરંતુ ધ્યાન રહે છે કે માટી ભીની ન હોય.
– સમયાંતરે છોડને માટી બદલતા રહો.
– મહિનામાં એક વખત છોડને ખાતર આપો.