નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે ભાદરવો બરાબર તપી રહ્યો છે સવારના  સમયે ઝાકળ વર્ષા પણ થઈ રહી  છે  જોકે બપોરનાં સમયે આકરા તાપનો  અહેસાસ  થઈ રહ્યો છે. હવામાન  વિભાગના   જણાવ્યાનુસાર રાજયમાં આગામી એકાદ મહિના સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે.  નવેમ્બર  માસના બીજા પખવાડીયાથી ક્રમશ: ઠંડીના જોરમાં વધારો  થશે, હાલ વહેલી સવારે અને  મોડીરાતે  ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી વહેલી સવારે   રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઝાકળ વર્ષા પણ થઈ રહી છે. બપોરે તાપમાનનો પારો ઉંચો રહે છે.જેના કારણે મિશ્ર સીઝનના કારણે રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર માંદગીના  ખાટલા પડયા છે. દવાખાનાઓ ઉભરાય રહ્યા છે.

નવેમ્બર માસના બીજા પખવાડીયાથી ધીમેધીમે ઠંડીનું જોર વધશે

સુરેન્દ્રનગર ગુરૂવારે  36.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જયારે ગાંધીનગરનું  લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતુ આ ઉપરાંત  અમદાવાદનું મહતમ તાપમાન  35 ડિગ્રી ડિસાનું તાપમાન  35.2 ડિગ્રી, ગાંધીનગરનું મહતમ  તાપમાન  34 ડિગ્રી,  વલ્લભ વિદ્યાનગરનું તાપમાન  33.9 ડિગ્રી, વડોદરાનું મહતમ તાપમાન  35.6 ડિગ્રી, સુરતનું તાપમાન  34.5 ડિગ્રી વલસાડનું તાપમાન  34.5 ડિગ્રી, દમણનું તાપમાન  32.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 34.9 ડિગ્રી, નલીયાનું તાપમાન  32.3 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન  34.5 ડિગ્રી, કંડલા  એરપોર્ટનું તાપમાન  36.8 ડિગ્રી,  અમરેલીનું  તાપમાન  35.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન  35.8 ડિગ્રી,  દ્વારકાનું  તાપમાન  31.8 ડિગ્રી, ઓખાનું તાપમાન  32.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન  32.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન  36.8 ડિગ્રી,  સુરેન્દ્રનગરનું તાપમાન  36.8 ડિગ્રી, મહુવાનું તાપમાન  34.8 ડિગ્રી, કેશોદનું  તાપમાન  33.5 ડિગ્રી અને વેરાવળનું તાપમાન  32.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.