ગુજરાતના પુરુષો માટે ૨ વસ્તુ ખુબ જ મહત્વની છે એક તો ચા અને એક ફાકી. તમાકુનું આજે બંધાણીઓની મહત્વની જરૂરિયાત થઈ ગઈ છે ત્યારે ફકીના રસિયાઓ માટેને જટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને તેને લાગતી સામગ્રી તથા તમાકુનો જથ્થો વગેરે કબજે કરી લઈ મકાન માલિકની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના રણજીતસાગર રોડ પર મંગલદીપ સોસાયટી શેરી નંબર -૨ માં રહેતા હિતેશ હિરાણી ઉર્ફે જીતુ વાણંદ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના ૧૩૮ તમાકુના પાઉચ ઉપરાંત ૯૦૦ નંગ લુઝ પાઉચ, ઉપરાંત પેકિંગ કરવા માટેના પ્રિન્ટિંગના રોલ, પેકિંગ કરવા માટેનું હાથ બનાવટનું ઇલેક્ટ્રીક મશીન વગેરે સામગ્રી મળી આવી હતી. ઉપરાંત તમાકુનો પણ કેટલોક જથ્થો મળી આવ્યો હતો.
જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ રૂપિયા એક લાખ નવ હજારની કિંમતની સામગ્રી કબ્જે કરી લીધી છે, અને મકાન માલિક જીતુભાઈ વાળંદની અટકાયત કરી લીધી છે, અને તેની સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવા અંગેની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.