રાજ્યમાં ૨૨ લાખ પડતર કેસના નિકાલ માટે ૨૮૭ વર્ષ લાગશે: કોંગ્રેસ
ન્યાય પ્રણાલી ઝડપી બનાવવા માટે સરકાર દર વર્ષે બહોળુ બજેટ ફાળવે છે. દર વર્ષે સરેરાશ રાજય સરકાર ‚ા.૧૦૦૦ કરોડ જેટલો ખર્ચ ન્યાય પ્રક્રિયા માટે કરે છે. છતાં પણ દર વર્ષે રાજ્યની અદાલતોમાં કેસોનો ભરાવો વધતો જાય છે. ન્યાય પ્રણાલીને ઝડપી બનાવવા ન્યાયતંત્ર દ્વારા પણ અનેક પગલા લેવાયા છે. પરંતુ કેસોના ભરાવાની સંખ્યાને જોતા આ પગલા અસરકારક જણાતા નથી. કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપુતે રાજ્યની ધીમી ન્યાયપ્રણાલી ઉપર પ્રકાશ ફેંક્યો છેકોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂતે તારાંકિત પ્રશ્નમાં સુપ્રીમ કોર્ટમાં સરકારના કેસો માટે અપાયેલી ફી ના લેખિત જવાબમાં ન્યાયતંત્ર દ્વારા જણાવાયું છે કે ૩૧-૧૨-૨૦૧૬ની સ્થિતિએ ગુજરાત સરકારને લગતા જે કોર્ટ કેસ દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટમાં ચાલતા હોય તે માટે રોકવામાં આવેલા વકીલોને ફી ચૂકવવામાં આવે છે તે માટે કુલ ૧૭,૮૬,૫૩,૫૦૫ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
દંડક બલવંતસિંહે જણાવ્યું છે કે, દર વર્ષે કાયદા વિભાગનું એક હજાર કરોડ રૂપિયાનું બજેટ વપરાય છે. મે-૨૦૧૬ની સ્થિતિએ ગુજરાતમાં ૨૨.૪૨ લાખ કેસો પડતર છે અને પડતર કેસની બાબતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. દર હજાર વ્યક્તિએ પડતર ૬૪ કેસ સાથે ગુજરાત નંબર વનના સ્થાને છે. નીચલી કોર્ટમાં કેસનો નિકાલ કરવાની બાબતમાં ગુજરાત દેશમાં ૧૯મા ક્રમે છે. રાજ્યમાં કોર્ટ કેસના નિકાલ આ રીતે થતા રહ્યા તો તમામનો નિકાલ કરતા ૨૮૭ વર્ષ લાગશે તેમ પણ જણાવ્યું હતું. વડોદરા અને સુરત દેશમાં જિલ્લા કોર્ટમાં પડતર કેસની બાબતમાં પણ બીજા અને ત્રીજા ક્રમે છે. છેલ્લા ૩ વર્ષમાં ખાસ કોર્ટના ખર્ચમાં ૧૨૩ ટકાનો વધારો, સિટી અને સિવિલ કોર્ટના ખર્ચમાં ૧૨ ટકાનો, નાની અને દિવાની કોર્ટના ખર્ચમાં ૨૫ ટકાનો વધારો અને ફોજદારી કોર્ટના ખર્ચમાં ૨૭ ટકાનો વધારો થયો છે અને માથાદીઠ ૧૭૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી ગાઇડ લાઇન્સ પ્રમાણે તંત્રમાં જરૂરી સુધારા કરવા પણ માગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકાર વતી કે સરકાર પક્ષે લડતા વકીલોને ફી પેટે કુલ ૧૭.૮૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં કાયદો અને ન્યાયતંત્રના મંત્રી દ્વારા આપવામાં આવી છે.
સુપ્રીમમાં ગુજરાતના કેસ લડતા વકીલોને રૂ.૧૭.૮૭ કરોડ ચુકવાયા હોવાનો ન્યાયમંત્રીનો વિધાનસભામાં ખુલાસો.
હવે પ્રેક્ટિસ ન કરતા વકીલો પણ જજ બની શકશે.
વરિષ્ઠ સીવીલ જજ કે ડિસ્ટ્રીક્ટ જજ બનવા માટે લઘુત્તમ પાંચ વર્ષના અનુભવનો નિયમ અત્યાર સુધી હતો. હવે ગુજરાત હાઇકોર્ટે આ નિયમ હળવો કર્યો છે અને પ્રેકટિસ ન કરતા વકીલો પણ જજ બની શકે તે માટેનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટની સેવામાં કે અન્ય કામગીરીમાં જોડાયેલા વકીલો પાંચ વર્ષના અનુભવની જ‚ર રહેશે નહીં. આ નિર્ણયથી એલએલબીની ડિગ્રી ધરાવતા અને ન્યાયપ્રણાલીમાં જોડાવા ઇચ્છતા અનેક વકીલોને રાહત થશે. ચીફ જસ્ટીસ આર.એસ.રેડ્ડીની આગેવાની ધરાવતી ખંડપીઠે જ્યુડીશીયલ સર્વિસ ‚લ, ર૦૧પ કલમ-૭ (ર)(બી)માં ફેરફાર કર્યો છે. હવે એલએલબીની ડિગ્રી ધરાવનાર અને નોકરી કરતા ઉમેદવારોને પાંચ વર્ષનો અનુભવ બતાવવાની જ‚ર રહેશે નહીં તેઓ સીવીલ કે ડિસ્ટ્રીક્ટ જજ બની શકશે. આવા ઉમેદવારો સીધી અરજી કરી શકશે. ગત વર્ષે લઘુત્તમ પાંચ વર્ષનો નિયમ કોર્ટે કર્યો હતો. આ નિયમ બાદ અનેક ઉમેદવારોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જો પ્રેકટીસ કરતા ફ્રેશ એડવોકેટ જજની પોસ્ટ માટે એપ્લાય કરી શકે તો ન્યાય પ્રણાલીમાં નોકરી કરતા હોય અને એલએલબીની ડીગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો કેમ નહીં તેવી દલીલ કરવામાં આવી હતી.પરિણામે કોર્ટે હવે પ્રેક્ટિસ ન કરતા હોય તેવા વકીલો પણ જજ બની શકે તે માર્ગ મોકળો કર્યો છે.