સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકના પોટરી નજીક 31મી ડિસેમ્બરના રોજ સામાન્ય બાબતે બોલાચાલીની ઘટના બાદ મારામારીની ઘટનામાં પથ્થરમારો કરાયા હોવાનું સામે આવ્યું છે જોકે આ મુદ્દે પોલીસે બંને પક્ષો સામે તે દિવસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ પથ્થર મારાની ઘટનામાં 70 વર્ષે કેશુભાઈ ચાવડા ના છાતીના ભાગે પથ્થર વાગ્યો હતો અને તેમને સામાન્ય સારવાર માટે થાનગઢ પંથકને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શંકાસ્પદ મોત બાદ મૃતક આધેડની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ત્યારે 14 દિવસની સતત સારવાર બાદ તેમની હાલત વધુ પડતી લથડતી જતી હોય ત્યારે તેમનું 14 દિવસની સારવાર બાદ મોત થયું છે. પથ્થર મારાની ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજતા પરિવાર પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે પોલીસે હત્યાની કલમો લગાવતા પહેલા આધેડનું ખરેખર પથ્થર વાગવાથી મોત નીપજ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે અને આધેડની લાશને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યાં આધેડનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે.
ખરેખર મારા મારીની ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડ સતત 14 દિવસથી સારવાર માટે હોસ્પિટલમાં હતા અને તેમનું મોત નીપજ્યું છે તે છતાં પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે કે કેમ અથવા તો મારામારીની ઘટનામાં મોત નીપજ્યું છે કે કેમ આ તમામ પ્રકારની વિગતો પ્રાપ્ત કરવા અને યોગ્ય તપાસ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા તેમની લાશને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે.
ડોક્ટર દ્વારા પેનલ પીએમ શરૂ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને આ અંગે વધુ તપાસ પોલીસ વિભાગે હાથ ધરી છે.
હત્યાનો ગુનો દાખલ કરતા પહેલા પોલીસે આધેડના મૃતદેહનો ફોરેન્સિક પી.એમ કરાવ્યું
મારામારીની ઘટનામાં હત્યાની કલમો ઉમેરતા પહેલા પોલીસે જે આધેડનું મોત નીપજ્યું છે તે આધેડની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને ત્યાં પેનલ પીએમ કરવાનું નક્કી કરાયું છે. હત્યાની કલમો ઉમેરતા પહેલા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ ધરી છે કે કોઈ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે કે અન્ય કારણોસર મોત નીપજ્યું છે અથવા તો જે પથ્થર મારામાં આ આધેડ સારવારમાં હતા તેના કારણે મોત નીપજ્યું છે. જો તેના કારણે મોત નીકળ્યું હોય તો જે મારામારીની ઘટના છે તેમાં હત્યાની કલમો લગાવી અને આગળ તપાસ શરૂ થઈ શકે તે પ્રકારના પ્રયાસ પોલીસ વિભાગે હાથ ધર્યા છે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને ત્યાં તેમને પેનલ પીએમ કરાવવાની શરૂઆત કરી છે.