વેકિસનના ત્રણ-ત્રણ ડોઝ લેનાર
ઓમિક્રોન વેરિએન્ટ વાળા હાઈરિસ્ક દેશોમાંથી 23 લોકો રાજકોટ આવ્યા: રાજયમાં સોમવારે 38 કેસો નોંધાયા
અબતક,રાજકોટ
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટે વિશ્ર્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. હાઈરિસ્ક વાળા દેશોમાંથી રાજકોટમાં 23 દર્દીઓ આવ્યા છે. જોકે તમામના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાછે. દરમિયાન ગઈકાલે યુકે લંડનથી રાજકોટઆવી રહેલા એક 55 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને દિલ્હીમાં જ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ઓમિક્રોનના સંકટને ધ્યાનમાં રાખી રાજકોટમાં એરપોર્ટ પર ટેસ્ટીગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.12માં અંકુરનગર વિસ્તારમા રહેતા એક 55 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેઓ યુકે લંડનથી રાજકોટ આવી રહ્યા હતા અને તેઓએ લંડનમાં કોરોનાની વેકિસનના ત્રણ ડોઝ લઈ લીધા હતા. ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર તેઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કોરોનાના એકપણ લક્ષણ ન હોવા છતા તેઓએ રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને દિલ્હી ખશતે જ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેઓના સંપર્કમાં આવેલા અન્ય એક વ્યકિતએ પણ લંડનમાંજ વેકિસનના ત્રણેય ડોઝ લઈ લીધા છે. હાલ કોરોના સંક્રમીત આધેડ દિલ્હીમાંજ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યાછે. રાજકોટમા કોરોનાના 10 એકિટવ કેસ છે. અને કુલ કેસનો આંક 42886 એ પહોચ્યો છે. ગઈકાલે 1 દર્દીને રજા આપવામાં આવી હતી.
સોમવારે રાજયમાં કોરોનાના નવા 38 કેસો નોંધાયા હતા. જેની સામે 37 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમા 8 કેસ, નવસારીમાં ચાર કેસ, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 3 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, આણંદમાં એક કેસ, ભાવનગર અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં એક અકે કેસ, મહિસાગર, મહેસાણા, રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં એક એક કેસ તથા સુરત શહેરમાં એક કેસ નોંધાયો છે.