સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠાના હિંમતનગરમાં 2017થી ચાલતા સખી વેન સ્ટોપ સેન્ટર એ ક્રેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સન્માન અને જરૂરી સહાય પુરીં પડતી એક સંસ્થા છે. થોડા દિવસ પહેલા જ હિમનગર સાબરકાંઠા ખાતે એક બેહનનું કાઉન્સેલિંગ સતત કરતા એક માનસિક રોગી બહેનના ઘરની સમગ્ર વાત જાણી હતી વાતમાં ખબર પડી કે આ બહેન ત્રિપુરાના છે.
માનસિક બીમારીના કારણે તેમને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બેનનો 20 વર્ષ નો છોકરો પણ છે. આ બેન છેલ્લા ત્રણ વર્ષોથી પોતે માનસિક બીમારીથી પીડાય છે અને તેએક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
આ મહિલા ત્રિપુરાના લક્ષ્મીપુર ગામના હતા જેઓ માનસિક બીમાર હોવાથી ત્રણ વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલ હતા. મોડાસાના સખી વન સ્ટોપ સેન્ટર બાદ તેમને માનસિક સારવાર માટે હિમતનગર લાવવામાં આવ્યા હતા. મહિલાનું દુરભાસીયા સાથે વાત કરાતા તેના પરિવાર સુધી પહોંચી શકાયું હતું. ત્રિપુરા સરકારે પ્લેનની ત્રણ ટીકીટ સાથે તેના પુત્ર અને એક સરકારી કર્મચારીને સાબરકાંઠા મોકલ્યા હતા અને આ મહિલા નું ત્રણ વર્ષ બાદ તેમના પરિવાર અને પુત્ર સાથેનું મિલાન કરવાની કામગીરી નો શ્રેય સખી વન સ્ટોપ સેન્ટર ને જાય છે.