રવિવારે ભગવાન રામનું થશે પુજન-અર્ચન

ગોંડલ સ્થિત રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે ગુરૂ સ્મૃતિ મંદિર નિર્માણ કાર્ય થનાર છે. જે તા. 9-10 ના રોજ સવારે 8 કલાકથી શરુ થવાનું છે. સ્વામી રણછોડદાસજી મહારાજના તથા પ્રાત: સ્મરણીય સદગુરુદેવ હશ્રિચરણદાસજી મહારાજનું સ્મૃતિ મંદિર નિર્માણ કાર્ય પ.પૂ. મહંત જયરામદાસજી મહારાજની અઘ્યક્ષતામાં થઇ રહ્યું છે. ત્યારે દરેક ગુરુભાઇઓ-બહેનોને નિમંત્રણ પાઠવેલ છે.

ખિસકોલીથી લઇને મહાન વાનર સેના સાથે સેતુ બંધનું નિર્માણ કરેલ, આ ભાવથી સવારે ઇષ્ટદેવના પુજન સાથે સ્મૃતિ મંદિરનું ભૂમિ પુજન થનાર છે. જેમાં સંતો ગુરુ ભાઇ-બહેનો તથા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવશે.

કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેલ દરેક ભકતોને ભૂમિપુજનમાં રામ નામ લખેલી પુસ્તિકા, રામનામ લખેલી ઇંટ, અને દ્રવ્ય તેઓના દ્વારા વ્યકિતગત લાભ મળશે.સમગ્ર કાર્યક્રમ શ્રી રામજી મંદિર ગોંડલ ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં સાધુ-સંતો તેમજ સમષ્ટિ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોંડલની દરેક ગરબી મંડળની બાળાઓને પ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે. આમ, ગોંડલના તા. 9-10 ને રવિવારના રોજ સંપુર્ણ કાર્યક્રમ આશ્રમ ખાતે થનાર છે. જેમાં સર્વે વ્યકિતને ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.